કેએસજીની ટી૨૦માં કેએસજી સ્ટેકનાઇન અને કેએસજી-ફાઇટર્સ ચૅમ્પિયન

25 March, 2023 06:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં કેએસજી એમ સ્પેસ ટીમે બૅટિંગ મળ્યા પછી દીક્ષિત વળિયા (૩૨ બૉલમાં ૪૯ રન)ના સૌથી મોટા યોગદાનની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૭ રન બનાવ્યા

કેએસજીની ટી૨૦માં કેએસજી સ્ટેકનાઇન અને કેએસજી-ફાઇટર્સ ચૅમ્પિયન

કાંદિવલીના પય્યાડે ગ્રાઉન્ડમાં તાજેતરમાં રમાયેલી કપોળ સુપર લીગ ટી૨૦ ટુર્નામેન્ટના ‘એ’ ગ્રુપમાં ફાઇનલ ૪ વિકેટે જીતીને ચૅમ્પિયન બનેલી સ્ટેકનાઇન સ્ટ્રાઇકર્સ ટીમ (ઉપર). ફાઇનલમાં કેએસજી એમ સ્પેસ ટીમે બૅટિંગ મળ્યા પછી દીક્ષિત વળિયા (૩૨ બૉલમાં ૪૯ રન)ના સૌથી મોટા યોગદાનની મદદથી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૭ રન બનાવ્યા પછી કેએસજી સ્ટેકનાઇન સ્ટ્રાઇકર્સ ટીમે આકાશ મહેતા (૩૩ બૉલમાં ૬૦ રન)ના સૌથી મોટા યોગદાન સાથે ૧૯.૪ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૧૮૮ રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. કલ્પેશ જાંગલા (૨૯ બૉલમાં ૫૩ રન)નો પણ જીતમાં ફાળો હતો. એમ સ્પેસના વિક્રમ વોરાએ ૪૫ રનમાં ચાર વિકેટ લીધી હતી. આકાશને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. ‘બી’ ગ્રુપમાં કેએસજી-ફાઇટર્સ ટીમે ફાઇનલ ૯ વિકેટે જીતીને વિજેતાપદ મેળવ્યું હતું (નીચે). આ ગ્રુપની ફાઇનલમાં બૅટિંગ મળ્યા પછી કેએસજી-ડિવાઇન ટીમે કેવિન મહેતા (૩૩ બૉલમાં ૪૮ રન)ના સૌથી મોટા યોગદાનની મદદથી નોંધાવેલા ૧૫૭/૧૧ના સ્કોર સાથે કેએસજી-ફાઇટર્સને ૧૫૮નો લક્ષ્યાંક આપ્યો હતો, જે એણે પ્રતીક ગાંધી (૩૧ બૉલમાં ૪૧ રન), તપન મહેતા (૨૯ બૉલમાં અણનમ ૩૦)નાં યોગદાનની મદદથી ૧૯.૩ ઓવરમાં ૬ વિકેટના ભોગે મેળવી લીધો હતો. કેએસજી-ડિવાઇનને એક્સ્ટ્રામાં ૨૧ રન અને પછી કેએસજી-ફાઇટર્સને એક્સ્ટ્રામાં ૨૭ રન મળ્યા હતા. પ્રતીક ગાંધીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

sports news cricket news kandivli