ભારતીય T20 ટીમમાં કે. એલ. રાહુલે વિકેટકીપિંગની સાથે ચોથા ક્રમે બૅટિંગ કરવી જોઈએ: કેવિન પીટરસન

29 April, 2025 09:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલની ક્રિકેટ-કરીઅરમાં તેના બૅટિંગ ક્રમ વિશે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થતી આવી છે. વર્તમાન IPL સીઝનમાં આઠ મૅચમાં ત્રણ ફિફ્ટીની મદદથી ૩૬૪ રન ફટકારી કે. એલ. રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું છે.

કે. એલ. રાહુલ, કેવિન પીટરસન અને વિરાટ કોહલી

ભારતીય વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલની ક્રિકેટ-કરીઅરમાં તેના બૅટિંગ ક્રમ વિશે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થતી આવી છે. વર્તમાન IPL સીઝનમાં આઠ મૅચમાં ત્રણ ફિફ્ટીની મદદથી ૩૬૪ રન ફટકારી કે. એલ. રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું છે. કોઈ પણ ક્રમે બૅટિંગ કરવાની ક્ષમતા ધરાવતા આ ક્રિકેટરને તેના દિલ્હી કૅપિટલ્સના મેન્ટર અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને કેટલાંક સલાહ-સૂચન આપ્યાં છે.

પીટરસને એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, ‘હું (કોચ હોઉં તો) T20 ક્રિકેટમાં ભારત માટે કે. એલ. રાહુલને ચોથા નંબર પર બૅટિંગ કરાવું. મને લાગે છે કે ટીમ પાસે ઘણા બધા ઓપનર છે. રાહુલ જે રીતે હવે ક્રિકેટ રમી રહ્યો છે એથી ચોથા નંબર પર બૅટિંગ કરવા અને ભારત માટે વિકેટકીપિંગ કરવા માટે મારી પહેલી પસંદગી હશે. એક સારો પ્લેયર બનવા માટે, તમારે દરેક ફૉર્મેટ અનુસાર તમારી રમત સતત વિકસાવવી પડશે. ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી એ ખૂબ મુશ્કેલ છે, પરંતુ રાહુલે પોતાને બદલી નાખ્યો છે.’ ૪૪ વર્ષના પીટરસને દિલ્હી ટુર્નામેન્ટમાં શાનદાર વાપસી કરશે એવી આશા પણ વ્યક્ત કરી હતી.

T20  ઇન્ટરનૅશનલમાં
અલગ-અલગ બૅટિંગ પોઝિશન પર રાહુલનું પ્રદર્શન

પહેલા ક્રમે

૧૧૭૮ રન

બીજા ક્રમે

૬૪૮ રન

ત્રીજા ક્રમે

૨૬૫ રન

ચોથા ક્રમે

૧૭૪ રન

 

kl rahul t20 world cup t20 international t20 indian cricket team cricket news sports news