કરાચીના આતંકવાદી હુમલાથી પીએસએલ પર અસર નહીં પડે: પીસીબી અધ્યક્ષ નજમ સેઠી

19 February, 2023 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું હતું કે ‘કરાચી પોલીસ પ્રમુખના કાર્યાલય પર શુક્રવારે સાંજે થયેલા આતંકવાદી હુમલાની પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની બાકી મૅચો પર કોઈ અસર નહીં પડે.

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ કહ્યું હતું કે ‘કરાચી પોલીસ પ્રમુખના કાર્યાલય પર શુક્રવારે સાંજે થયેલા આતંકવાદી હુમલાની પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની બાકી મૅચો પર કોઈ અસર નહીં પડે. મૅચ  નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ચાલતી રહેશે, કારણ કે લીગ શરૂ થયા બાદ જ ખેલાડીઓ અને અધિકારીઓ માટે રાષ્ટ્રપતિના સ્તરની સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ખેલાડીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવી રહી છે.’ 

બોર્ડના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે ‘સિક્યૉરિટી એજન્સી અને સરકારે કરાચીમાં પીએસએલની મૅચને ચાલુ રાખવા માટે પણ મંજૂરી આપી દીધી છે. ગઈ કાલે થયેલી ઘટનાને પીએસએલ સાથે કોઈ સંબંધ નથી. પીએસએલની શનિવારે અને રવિવારે કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં યોજાનારી મૅચને જોતાં હોટેલ અને સ્ટેડિયમમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.’

cricket news sports news pakistan