IPLમાં એક વેન્યુ પર સળંગ પાંચ ફિફ્ટી-પ્લસનો સ્કોર કરનાર પહેલવહેલો ભારતીય બની ગયો સાઈ સુદર્શન

12 April, 2025 07:22 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઈ સુદર્શન ધમાકેદાર ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે ૧૫૪.૭૧ના સ્ટ્રાઇક-રેટથી ૫૩ બૉલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૮૨ રનની મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી.

સાઈ સુદર્શન ૫૦ મૅચની T20 કરીઅરમાં ત્રણેય પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ ગુજરાત ટાઇટન્સ માટે જ જીત્યો છે

બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઈ સુદર્શન ધમાકેદાર ઇનિંગ્સ રમીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે ૧૫૪.૭૧ના સ્ટ્રાઇક-રેટથી ૫૩ બૉલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૮૨ રનની મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. અમદાવાદમાં ગુજરાતની ફ્રૅન્ચાઇઝીના હોમ ગ્રાઉન્ડમાં સળંગ પાંચમી વાર ફિફ્ટી-પ્લસ રન ફટકારીને તેણે આ ટુર્નામેન્ટમાં ઇતિહાસ રચ્યો હતો.

સાઈ સુદર્શન IPLના ઇતિહાસમાં એક વેન્યુ પર સળંગ પાંચ ફિફ્ટી-પ્લસ રનનો સ્કોર કરનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો છે. આ પહેલાં માત્ર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના સ્ટાર બૅટર એ. બી. ડિવિલિયર્સે (વર્ષ ૨૦૧૮-’૧૯) ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ કમાલ કરી હતી. ૨૦૨૪થી ૨૦૨૫ દરમ્યાન સાઈ સુદર્શને અમદાવાદના સ્ટેડિયમમાં છેલ્લી પાંચ ઇનિંગ્સ ૮૪ રન અણનમ, ૧૦૩ રન, ૭૪ રન, ૬૩ રન અને ૮૨ રનની ઇનિંગ્સ રમી છે.

અમદાવાદના સ્ટેડિયમમાં
સાઈ સુદર્શનનું પ્રદર્શન

ઇનિંગ્સ

૧૫

રન

૮૨૨

સેન્ચુરી

૦૧

ફિફ્ટી

૦૬

ઍવરેજ

૫૮.૭૧

1307 ગુજરાત ટાઇટન્સનો સાઈ સુદર્શન આટલા રન સાથે IPLમાં પહેલી ૩૦ ઇનિંગ્સ બાદ સૌથી વધુ રન કરનાર ભારતીય પણ બન્યો.

gujarat titans sai sudharsan IPL 2025 cricket news sports news