11 April, 2025 01:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે કલકત્તાનો મોઈન અલી અને રહમાનુલ્લાહ ગુરબાઝ.
IPL 2025ની પચીસમી મૅચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. બન્ને ટીમ પોતાની અંતિમ મૅચ હારીને આજે ચેપૉક સ્ટેડિયમમાં પોતપોતાની નબળાઈઓ દૂર કરવા માટે ઊતરશે. કલકત્તા પાંચમાંથી માત્ર બે મૅચ જીત્યું છે, જ્યારે ચેન્નઈ પાંચમાંથી માત્ર એક મૅચ જીત્યું છે. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વખતની IPL ચૅમ્પિયન ટીમ પર સળંગ પાંચમી હારથી બચવાનું અને હોમ ગ્રાઉન્ડ પર કમબૅક કરવાનું પ્રેશર રહેશે.
ચેપૉક સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે અગિયાર મૅચ રમાઈ છે. ચેન્નઈ સામે આ મેદાન પર કલકત્તા માત્ર ત્રણ મૅચ જીત્યું છે. હોમ ટીમને ૨૦૧૨માં બે મૅચ અને ૨૦૨૩માં એક મૅચ દરમ્યાન જ માત આપી શક્યું હતું.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૩૦ |
|
CSKની જીત |
૧૯ |
|
KKRની જીત |
૧૦ |
|
નો રિઝલ્ટ |
૦૧ |