ડ્વેઇન બ્રાવોને પછાડીને IPLનો નંબર વન પેસર બની ગયો ભુવનેશ્વર કુમાર

09 April, 2025 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPLના હાઇએસ્ટ વિકેટ ટેકર્સના લિસ્ટમાં ત્રણ ભારતીય સ્પિનર્સ બાદ ચોથા ક્રમે છે ભુવનેશ્વર. ભારતનો ૩૫ વર્ષનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો નંબર વન પેસ-બોલર બની ગયો છે. મૅચમાં તેણે તિલક વર્માની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી છે.

ભુવનેશ્વર કુમાર

ભારતનો ૩૫ વર્ષનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો નંબર વન પેસ-બોલર બની ગયો છે. ૧૮૪ વિકેટ સાથે તેણે વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ડ્વેઇન બ્રાવોનો ૧૮૩ વિકેટનો મહારેકૉર્ડ તોડી નાખ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચમાં તેણે તિલક વર્માની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી છે.

ભુવનેશ્વર હવે IPLના હાઇએસ્ટ વિકેટ-ટેકર્સના લિસ્ટમાં સ્પિનર્સ યુઝવેન્દ્ર ચહલ (૨૦૬ વિકેટ), પીયૂષ ચાવલા (૧૯૨ વિકેટ) અને રવિચન્દ્રન અશ્વિન (૧૮૫ વિકેટ) બાદ ચોથા ક્રમે છે. તેણે ૨૦૧૧માં આ ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરીને પુણે વૉરિયર્સ માટે ત્રણ સીઝનમાં ૨૪ વિકેટ, સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ૧૧ સીઝનમાં ૧૫૭ વિકેટ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે વર્તમાન સીઝનમાં ૩ વિકેટ લીધી છે.

IPLમાં ફાસ્ટ બોલર દ્વારા સૌથી વધુ વિકેટ

૧૮૪

ભુવનેશ્વર કુમાર (૧૭૯ ઇનિંગ્સ)

૧૮૩

ડ્વેઇન બ્રાવો (૧૫૮ ઇનિંગ્સ)

૧૭૦

લસિથ મલિંગા (૧૨૨ ઇનિંગ્સ)

૧૬૫

જસપ્રીત બુમરાહ (૧૩૪ ઇનિંગ્સ)

૧૪૪

ઉમેશ યાદવ (૧૪૭ ઇનિંગ્સ)

 

bhuvneshwar kumar Yuzvendra Chahal IPL 2025 cricket news sports news