IPL 2019:વિરાટ-ધોનીની ટક્કર સાથે થશે શરૂઆત, આ છે શેડ્યુલ

27 February, 2019 02:58 PM IST  | 

IPL 2019:વિરાટ-ધોનીની ટક્કર સાથે થશે શરૂઆત, આ છે શેડ્યુલ

IPL 2019નું શેડ્યુલ જાહેર

આઈપીએલ 2019નું શેડ્યુલ જાહેર થઈ ચૂક્યુ છે. જો કે ચૂંટણીનું વર્ષ હોવાને કારણે માત્ર પહેલા બે અઠવાડિયાનું જ શેડ્યુલ જાહેર કરાયું છે. IPL 2019ની પહેલી મેચ 23 માર્ચે રમાશે. ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન અને પૂર્વ કેપ્ટન વચ્ચેના મુકાબલાથી IPL 2019નો આગાઝ થશે. પહેલો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં જ રમાશે.

હાલ શરૂઆતના બે અઠવાડિયા માટે જ મેચની તારીખો જાહેર થઈ છે. આગામી શેડ્યુલની જાહેરાત ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ થશે. લાંબા સમયથી એવી ચર્ચા હતી કે IPLની 12મી સિઝન દેશની બહાર રમાશે, પરંતુ BCCIએ આ વખતે IPL વહેલા રમાડવાનો નિર્ણય કર્યો છે. 23 માર્ચથી IPL શરૂ થવાને કારણે દેશમાં જ તેનું આયોજન કરાયું છે. દર વર્ષે IPL એપ્રિલના પહેલા અઠવાડિયામાં શરૂ થતી હોય છે.

આ પણ વાંચોઃ IPL 2019 : રાજસ્થાન હવે આ નવા લૂકમાં જોવા મળશે

BCCIએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે વાતચટીત કર્યા બાદ IPL 2019 ભારતમાં જ રમાડવાનો નિર્ણય લેવાયો છે. અને ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને જ આખું શેડ્યુલ જાહેર થશે. ભૂતકાળમાં આઈપીએલ દક્ષિણ આફ્રિકા અને દુબાઈમાં રમાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે IPL 2019 23 માર્ચથી 19 મે સુધી ચાલશે.

Ipl 2019 cricket news sports news