T20 વર્લ્ડ કપની રેકૉર્ડ ચોથી અને પંદરમી ICC ફાઇનલ મૅચમાં એન્ટ્રી કરનાર ભારત પહેલવહેલી ટીમ બની

07 March, 2026 04:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફાઇનલમાં ભારત પંદરમી વખત એન્ટ્રી મેળવનાર પહેલી ટીમ બની છે. ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાનો ૧૪ વખતનો રેકૉર્ડ તોડ્યો છે. ભારત ચાર-ચાર વખત વન-ડે અને T20 વર્લ્ડ કપ, પાંચ વખત ચૅમ્પિયન્સ ટ્રોફી અને બે વખત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમ

મેન્સ ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારત પંદરમી વખત એન્ટ્રી મેળવનાર પહેલી ટીમ બની છે. ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાનો ૧૪ વખતનો રેકૉર્ડ તોડ્યો છે. ભારત ચાર-ચાર વખત વન-ડે અને T20 વર્લ્ડ કપ, પાંચ વખત ચૅમ્પિયન્સ ટ્રોફી અને બે વખત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું છે.

પહેલી વખત ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ બીજા વર્ષે પણ ફાઇનલમાં 
 પાકિસ્તાન (૨૦૦૭ અને ૨૦૦૯) અને શ્રીલંકા (૨૦૧૨ અને ૨૦૧૪) બાદ ભારત (૨૦૨૪ અને ૨૦૨૬) સતત બીજી T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનાર ત્રીજી ટીમ બની છે, પણ પહેલી વખત ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ બીજા વર્ષે પણ ફાઇનલમાં પહોંચી છે.

 ભારતીય ટીમ હાઇએસ્ટ ચોથી વખત T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચનાર ટીમ બની. ૨૦૦૭, ૨૦૧૪, ૨૦૨૪ અને હવે ૨૦૨૬ની સીઝનમાં ટીમ ઇન્ડિયા ફાઇનલિસ્ટ બની.
 ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલ કે ફાઇનલ મૅચમાં ૨૫૦+ રનનો સ્કોર કરનાર પહેલી ટીમ બની.

T20 વર્લ્ડ કપનાં હાઇએસ્ટ સ્કોર, સિક્સર અને ફોરનો રેકૉર્ડ વાનખેડે સ્ટેડિયમમાં અપગ્રેડ થયો
T20 વર્લ્ડ કપ મૅચનો હાઇએસ્ટ ૪૯૯ રનનો રેકૉર્ડ આ મૅચમાં બન્યો છે. અગાઉ ૨૦૧૬માં ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાની મૅચ દરમ્યાન મુંબઈમાં ૪૫૯ રન બન્યા હતા. ૨૦૨૩માં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૫૧૭ રનવાળી હાઇએસ્ટ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી.

 ૩૯ ફોર અને ૩૪ સિક્સ સાથે આ મૅચ સૌથી વધુ  ૭૩ બાઉન્ડરીવાળી T20 વર્લ્ડ કપ મૅચ બની હતી. ૨૦૧૬માં મુંબઈમાં ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાના જંગમાં ૬૧ બાઉન્ડરી જોવા મળી હતી. 
 T20 વર્લ્ડ કપની એક મૅચમાં હાઇએસ્ટ ૩૪ સિક્સ જોવા મળી હતી. ઇંગ્લૅન્ડે ૧૫ સિક્સર અને ભારતે એક T20 વર્લ્ડ કપ ઇનિંગ્સની સંયુક્ત રીતે હાઇએસ્ટ ૧૯ સિક્સર ફટકારી હતી. આ સીઝનમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેની મૅચમાં હાઇએસ્ટ ૩૧ સિક્સર આ મેદાન પર જોવા મળી હતી. 

indian cricket team t20 world cup international cricket council cricket news sports news