આજે અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં જીતની હૅટ-ટ્રિક માટે ઊતરશે ટીમ ઇન્ડિયા

24 January, 2026 04:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આયોજિત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026માં ઑલમોસ્ટ એક અઠવાડિયાના વિરામ બાદ ભારતીય ટીમ રમવા ઊતરશે. અમેરિકા અને બંગલાદેશને હરાવીને નેક્સ્ટ રાઉન્ડ માટે ક્વૉલિફાય થઈ ચૂકેલી ભારતીય ટીમ આજે જીતની હૅટ-ટ્રિક લગાવવા ઊતરશે.

આજે અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં જીતની હૅટ-ટ્રિક માટે ઊતરશે ટીમ ઇન્ડિયા

ઝિમ્બાબ્વે અને નામિબિયામાં આયોજિત અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ 2026માં ઑલમોસ્ટ એક અઠવાડિયાના વિરામ બાદ ભારતીય ટીમ રમવા ઊતરશે. અમેરિકા અને બંગલાદેશને હરાવીને નેક્સ્ટ રાઉન્ડ માટે ક્વૉલિફાય થઈ ચૂકેલી ભારતીય ટીમ આજે જીતની હૅટ-ટ્રિક લગાવવા ઊતરશે. ભારત અને ન્યુ ઝીલૅન્ડની આજની ટક્કર સાથે ૧૬ ટીમો વચ્ચેનો આ ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ સમાપ્ત થશે.

દરેક ગ્રુપની ટૉપ-થ્રી ટીમ મળીને ૧૨ ટીમ ટ્રોફી જીતવાની રેસમાં આગળ વધશે. ૧૨ ટીમોને ૬-૬ના ગ્રુપમાં વિભાજિત કરીને પહેલી ફેબ્રુઆરી સુધી સુપર-સિક્સ રાઉન્ડની મૅચ આયોજિત કરવામાં આવશે. બન્ને ગ્રુપની ટૉપ-ટૂ ટીમ ૩ અને ૪ ફેબ્રુઆરીની સેમી-ફાઇનલ મૅચમાં એન્ટ્રી કરીને ૬ ફેબ્રુઆરીની ફાઇનલ મૅચ રમવાની અંતિમ રેસમાં જોડાશે. 

under 19 cricket world cup indian cricket team zimbabwe cricket news sports news