06 February, 2026 09:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભારતે છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડ કપ જીત્યો
ભારતે છઠ્ઠી વખત અંડર-૧૯ વર્લ્ડ કપ જીત્યો છે. શુક્રવારે ટીમે ઇંગ્લેન્ડ સામે ૧૦૦ રનથી વિજય મેળવ્યો હતો. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૪૧૧ રન બનાવ્યા હતા. સૂર્યવંશીએ ઝડપી અને સ્પિન બૉલરો બન્ને સામે ઝડપથી રન ફટકાર્યા. તેણે રમતની પરિસ્થિતિનું બુદ્ધિપૂર્વક વિશ્લેષણ કર્યું, બૉલને સ્વિંગ કરતા અને છૂટા બૉલને જોરદાર રીતે ફટકાર્યા. ભારતે ICC અંડર-19 વર્લ્ડ કપ 2026 ના ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં વૈભવ સૂર્યવંશીએ 175 રનની શાનદાર સદી ફટકારી બધાને ચોંકાવી દીધા છે. ભારતના 14 વર્ષના સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન સંપૂર્ણ ICC અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન જોવા મળ્યું છે તેમ જ ફાઇનલમાં પણ તેણે જોરદાર પ્રદર્શન કર્યું.
૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ૮૦ બોલમાં ૧૭૫ રન બનાવ્યા, જેમાંથી ૧૫૦ રન બાઉન્ડ્રીથી બનાવ્યા. ૨૧૮.૭૫ ના સ્ટ્રાઇક રેટથી રમતા વૈભવે પોતાની ઇનિંગમાં ૧૫ ચોગ્ગા અને ૧૫ છગ્ગા ફટકાર્યા. કેપ્ટન આયુષ મ્હાત્રેએ ૫૩ રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી સેબેસ્ટિયન મોર્ગન અને એલેક્સ ગ્રીને બે-બે વિકેટ લીધી.
૪૧૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઈંગ્લેન્ડ ૪૦.૨ ઓવરમાં ૩૧૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું. આરએસ એમ્બ્રિસે ત્રણ વિકેટ લીધી, જ્યારે દીપેશ દેવેન્દ્રન અને કનિષ્ક ચૌહાણે બે-બે વિકેટ લીધી. ઈંગ્લેન્ડના કેલેબ ફોકનરે ૬૭ બોલમાં ૧૧૫ રન બનાવ્યા. ઓપનર બેન ડોકિન્સે પણ ૫૬ બોલમાં ૬૬ રન બનાવ્યા.
ભારત: આયુષ મ્હાત્રે (કેપ્ટન), એરોન જ્યોર્જ, વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), વેદાંત ત્રિવેદી, આરએસ એમ્બ્રીસ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ અને દીપેશ દેવેન્દ્રન.
ઈંગ્લેન્ડ ટીમ: થોમસ રીવ્સ (કેપ્ટન), બેન ડોકિન્સ, જોસેફ મોરિસ, બેન મેયસ, કેલેબ ફોકનર, રાલ્ફી આલ્બર્ટ, ફરહાન અહેમદ, સેબેસ્ટિયન મોર્ગન, જેમ્સ મેઓટો, મેની લમ્સડેન અને એલેક્સ ગ્રીન.
સૂર્યવંશીએ ઝડપી અને સ્પિન બૉલરો બન્ને સામે ઝડપથી રન ફટકાર્યા. તેણે રમતની પરિસ્થિતિનું બુદ્ધિપૂર્વક વિશ્લેષણ કર્યું, બૉલને સ્વિંગ કરતા અને છૂટા બૉલને જોરદાર રીતે ફટકાર્યા. આ બુદ્ધિ અને રન બનાવવાની ક્ષમતા આટલી નાની ઉંમરે એક મોટો ફાયદો સાબિત થઈ.
ભારતે ICC અંડર-19 વર્લ્ડ કપ 2026 ના ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં વૈભવ સૂર્યવંશીએ 175 રનની શાનદાર સદી ફટકારી બધાને ચોંકાવી દીધા છે. ભારતના 14 વર્ષના સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન સંપૂર્ણ ICC અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન જોવા મળ્યું છે તેમ જ ફાઇનલમાં પણ તેણે જોરદાર પ્રદર્શન કર્યું. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 175 રન બનાવ્યા. સૂર્યવંશીએ માત્ર 80 બૉલમાં આ વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા. તેની ઇનિંગ્સથી ભારતે મજબૂત સ્કોર બનાવ્યો અને ભારત ટાઇટલ જીતવા માટે મજબૂત સ્થિતિમાં પહોંચ્યું. ભારતે પહેલી બૅટિંગ કરીને 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 411 રન બનાવ્યા.