22 June, 2022 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પાંડ્યા
રવિવાર, ૨૬ જૂન અને મંગળવાર, ૨૮ જૂને આયરલૅન્ડ સામે ટી૨૦ મૅચ રમનાર ભારતીય ટીમ પછીથી ઇંગ્લૅન્ડ સામેની ત્રણ ટી૨૦ પણ રમશે, એવું કેટલાક અહેવાલમાં જણાવાયું છે.
આનું કારણ એવું મનાય છે કે પહેલી જુલાઈએ રોહિત શર્માના સુકાનમાં ભારતની જે ટીમ ઇંગ્લૅન્ડ સામે એકમાત્ર ટેસ્ટ રમશે એ મૅચના આખરી દિવસ અને ઇંગ્લૅન્ડ સામેની ટી૨૦ શ્રેણીના પહેલા દિવસ વચ્ચે પૂરતું અંતર નથી એટલે ઇયોન મૉર્ગનની ટીમ સામે કદાચ હાર્દિક પંડ્યા ઍન્ડ કંપની જ ટી૨૦ શ્રેણી રમશે એવી યોજના વિચારાઈ રહી છે. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ ૧થી ૫ જુલાઈ દરમ્યાન રમાશે અને બે જ દિવસ પછી (૭ જુલાઈએ) બ્રિટિશ ટીમ સામેની ટી૨૦ સિરીઝ શરૂ થવાની છે. કહેવાય છે કે હાર્દિકની ટીમને આયરલૅન્ડ સામેની ટી૨૦ શ્રેણી રમી લીધા પછી પાડોશી દેશ ઇંગ્લૅન્ડ જવાનું કહેવામાં આવ્યું છે.