01 November, 2025 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનની ગપસપ
ભારતીય ક્રિકેટ બોર્ડના બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં સાઉથ આફ્રિકા અને ઇન્ડિયાની A ટીમોની મૅચ દરમ્યાન હાર્દિક પંડ્યા પણ મેદાન પર જોવા મળ્યો હતો. તે ઇન્ડિયા-A સ્ક્વૉડના પ્લેયર ઈશાન કિશન સાથે બાઉન્ડરી પાસે ગપસપ કરતો જોવા મળ્યો હતો. એશિયા કપ 2025 દરમ્યાન તેને પગના સ્નાયુઓમાં ઇન્જરી થઈ હતી જેની રિકવરી અને રીહૅબિલિટેશન માટે તે સેન્ટર ઑફ એક્સલન્સમાં છે. અહેવાલ અનુસાર આ ઑલરાઉન્ડર હવે સંપૂર્ણપણે ફિટ છે અને સાઉથ આફ્રિકા સામેની મર્યાદિત ઓવરની સિરીઝમાં ભારત માટે વાપસી કરી શકે છે.