હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે પપ્પાનો ઉત્સાહ વધારવા પહોંચ્યો હતો અગસ્ત્ય

07 March, 2026 05:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુવારે ભારત અને ઇંગ્લૅન્ડની સેમી-ફાઇનલ મૅચ દરમ્યાન વાનખેડે સ્ટેડિયમના VIP બૉક્સમાં બે ખાસ વ્યક્તિ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવા પહોંચી હતી. હાર્દિક પંડ્યાનો પાંચ વર્ષનો દીકરો અગસ્ત્ય અને વર્તમાન ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ સેમી-ફાઇનલ મૅચમાં હાજરી આપી.

હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે પપ્પાનો ઉત્સાહ વધારવા પહોંચ્યો હતો અગસ્ત્ય

ગુરુવારે ભારત અને ઇંગ્લૅન્ડની સેમી-ફાઇનલ મૅચ દરમ્યાન વાનખેડે સ્ટેડિયમના VIP બૉક્સમાં બે ખાસ વ્યક્તિ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવા પહોંચી હતી. હાર્દિક પંડ્યાનો પાંચ વર્ષનો દીકરો અગસ્ત્ય અને વર્તમાન ગર્લફ્રેન્ડ માહિકા શર્માએ સેમી-ફાઇનલ મૅચમાં હાજરી આપી હતી. હાર્દિકની દરેક બાઉન્ડરી અને વિકેટ દરમ્યાન બન્ને જણ એકસાથે ઉત્સાહિત થઈને તાળીઓ વગાડતાં જોવા મળ્યાં હતાં. પચીસ વર્ષની માહિકા શર્મા મૅચ બાદ સ્ટેડિયમની બહાર પણ અગસ્ત્યને સંભાળતી જોવા મળી હતી. 

hardik pandya t20 world cup relationships cricket news sports news