પહેલી વાર સાસુમાને મળ્યો હાર્દિક પંડ્યા, શેર કર્યો ફની વીડિયો

26 September, 2022 07:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર ખાસ વીડિયો પોસ્ટ કર્યો

ફાઇલ તસવીર

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઘણો ચર્ચામાં છે. હાર્દિકે રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં અંતિમ ભૂમિકા ભજવી હતી. હાર્દિકે છેલ્લી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને છ વિકેટે વિજય અપાવ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ મેચની T20 શ્રેણી 2-1થી કબજે કરી લીધી છે.

હાર્દિક તેની સાસુને મળ્યો

હવે હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં હાર્દિક તેની સાસુને મળતો જોવા મળી રહ્યો છે. વીડિયો અને ફોન કોલ પછી હાર્દિકે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું: રૂબરૂ મળ્યા, નેટ્સ (નતાશા)ના પરિવારને પહેલી વાર મળવું ખૂબ જ સારું લાગ્યું.

વીડિયોમાં હાર્દિકની સાસુ રડમિલા સ્ટેનકોવિક કહે છે, “મને ખબર હતી કે તે ચોક્કસ આવશે. હું એકદમ ખુશ છું. મને હાર્દિકને જોવા દો.” આ પછી, હાર્દિક તેના સસરા ગોરાન સ્ટેનકોવિકને પણ મળે છે.

નતાશા સ્ટેનકોવિક મૂળ સર્બિયાની છે અને તેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બોલિવૂડ ફિલ્મ સત્યાગ્રહથી કરી હતી. બાદમાં તેને વાસ્તવિક ઓળખ બોલિવૂડ સિંગર બાદશાહના સુપરહિટ ગીત `ડીજે વાલે બાબુ...`થી મળી. આ ગીતમાં નતાશા સ્ટેનકોવિકે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. નતાશાએ બિગ બોસ અને નચ બલિયે જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે.

આ પણ વાંચો: કૅપ્ટન રહાણેએ યશસ્વીને મેદાન પરથી કાઢી મૂક્યો : જોકે વેસ્ટ ઝોન ચૅમ્પિયન

sports news cricket news hardik pandya