કિવી બૅટર ફિન ઍલનનો T20માં ફાસ્ટેસ્ટ ૧૫૦ રનનો રેકૉર્ડ

14 June, 2025 09:53 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

MLCના ઇતિહાસના હાઇએસ્ટ ૨૬૯ રન કરીને સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સે ૧૨૩ રનથી રેકૉર્ડ જીત મેળવી.

ફિન ઍલન

અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)ની ગઈ કાલે ધમાકેદાર શરૂઆત થઈ હતી. કૅપ્ટન કોરી ઍન્ડરસનની ટીમ સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સે ગ્લેન મૅક્સવેલના નેતૃત્વવાળી ટીમ વૉશિંગ્ટન ફ્રીડમને ૧૨૩ રનથી સૌથી મોટી હાર આપી હતી. સૅન ફ્રાન્સિસ્કોએ પાંચ વિકેટે બનાવેલા ૨૬૯ રનના આ ટુર્નામેન્ટના રે‍કૉર્ડ સ્કોર સામે વૉશિંગ્ટન ૧૩.૧ ઓવરમાં ૧૩૬ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું.

ન્યુ ઝીલૅન્ડનો સ્ટાર બૅટર ફિન ઍલન ૨૯૬.૦૮ના સ્ટ્રાઇક રેટથી ૫૧ બૉલમાં પાંચ ફોર અને ૧૯ સિક્સરની મદદથી ૧૫૧ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે MLCના ઇતિહાસની ૩૪ બૉલની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારવાની સાથે ટુર્નામેન્ટના ઇતિહાસનો હાઇએસ્ટ ૧૫૧ રનનો વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. તે T20માં ૩૪ બૉલમાં સેન્ચુરી ફટકારનાર ફાસ્ટેસ્ટ કિવી બૅટર બન્યો છે, જ્યારે ઓવરઑલ આ ફૉર્મેટમાં તેણે ફાસ્ટેસ્ટ ૧૫૦ રન ૪૯ બૉલમાં ફટકારવાનો રેકૉર્ડ પણ કર્યો છે.

ફિન ઍલનનું પ્રદર્શન

રન

૧૫૧

બૉલ

૫૧

ફોર

સિક્સર

૧૯

સ્ટ્રાઇક-રેટ

૨૯૬.૦૮

 

washington united states of america international news news cricket news sports news