વર્લ્ડ કપની ટીમમાંથી ડ્રૉપ થયો એ સમય મુશ્કેલ હતો : ડેવિડ વિલી

01 August, 2020 01:05 PM IST  |  Southampton | Agencies

વર્લ્ડ કપની ટીમમાંથી ડ્રૉપ થયો એ સમય મુશ્કેલ હતો : ડેવિડ વિલી

ડેવિડ વિલી

આયરલૅન્ડ સામેની પહેલી વન-ડે મૅચમાં શાનદાર પર્ફોર્મન્સ કરનાર ડેવિડ વિલીએ પાંચ વિકેટ લઈને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. ડેવિડને વર્લ્ડ કપ વખતે એન્ડમાં ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવ્યો હતો. તેના સ્થાને ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૧૪ મહિનામાં વિલીની પહેલી મૅચ હતી, જેમાં તેણે ટીમને વિજય અપાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. વર્લ્ડ કપ વખતે ટીમમાંથી બહાર કરવાની ઘટનાને યાદ કરતાં ડેવિડે કહ્યું કે ‘સ્વાભાવિક છે કે હું તેમનો છેલ્લાં ચાર વર્ષથી એક હિસ્સો રહ્યો હતો અને વર્લ્ડ કપ વખતે ટીમની સ્ક્વૉડમાંથી મને બહાર કરવામાં આવ્યો હતો એ સમય મારા માટે મુશ્કેલ હતો. મારા માટે દરેક દિવસની દરેક ક્ષણ મહત્ત્વની છે અને હું કોઈ પણ પ્રકારની તક ગુમાવવા માગતો નથી. હું મારું બેસ્ટ ક્રિકેટ રમવા માગું છું અને એને એન્જૉય કરવા ઇચ્છું છું. આશા રાખું કે હવે હું ટીમમાં સચવાઈ જઈશ.’

ireland england sports news cricket news