ઋષભ પંતની કારને નડ્યો અકસ્માત, ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ

30 December, 2022 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઋષભ પંતની કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી

તસવીર સૌજન્ય: પીટીઆઈ

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ની કારને ગંભીર અકસ્માત નડ્યો છે. તેને અકસ્માતમાં ઘણી ઇજાઓ પહોંચી છે. રૂરકીથી પરત ફરતી વખતે રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. પંતની કારનો કચ્ચરઘાણ બોલાય ગયો હતો. ભારતીય સ્ટાર ક્રિકેટરના કેટલાક ફોટા પણ દેખાયા, જેમાં તેને ગંભીર ઇજાઓ જોવા મળી છે.

ઋષભ પંતની કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી. આ અકસ્માત પછી, તેની કારમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માત બાદ પંતને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉકટરોના જણાવ્યા મુજબ, ઋષભ પંતને તેના પગમાં ગંભીર ઈજા થઈ છે. તેની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: PM મોદીનાં માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન

પગ અને શરીરમાં ગંભીર ઇજાઓ

ઋષભ પંત સાથેના કાર અકસ્માતનાં ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. ડૉક્ટરે કહ્યું છે કે પંતને તેના પગને ગંભીર ઈજા થઈ છે. તેને શરીર પર ઘણી જગ્યાએ ગંભીર ઘા વાગ્યા છે. આ ક્ષણે, તેની તપાસ કરવામાં આવી રહી છે.

sports news indian cricket team cricket news Rishabh Pant