ક્રિકેટ આઇસલૅન્ડે શૅર કરી IPLની ઑલ-ટાઇમ ફ્લૉપ ઇલેવન, યુવરાજ સિંહ અને રિષભ પંતને પણ મળ્યું સ્થાન

29 April, 2026 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટજગતના સૌથી રમૂજી સોશ્યલ મીડિયા કાઉન્ટ્સમાંના એક ક્રિકેટ આઇસલૅન્ડે IPL વિશે સ્પેશ્યલ પોસ્ટ કરી છે. ટુર્નામેન્ટની ૧૯ સીઝનના પ્રદર્શન પરથી ક્રિકેટ આઇસલૅન્ડે IPLની ઑલ-ટાઇમ ફ્લૉપ ઇલેવન શૅર કરી છે.

યુવરાજ સિંહ અને રિષભ પંત

ક્રિકેટજગતના સૌથી રમૂજી સોશ્યલ મીડિયા કાઉન્ટ્સમાંના એક ક્રિકેટ આઇસલૅન્ડે IPL વિશે સ્પેશ્યલ પોસ્ટ કરી છે. ટુર્નામેન્ટની ૧૯ સીઝનના પ્રદર્શન પરથી ક્રિકેટ આઇસલૅન્ડે IPLની ઑલ-ટાઇમ ફ્લૉપ ઇલેવન શૅર કરી છે. આ ટીમમાં છ વિદેશી ખેલાડીઓ અને પાંચ ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટીમમાં એરોન ફિન્ચ, ઉન્મુક્ત ચંદ, યુવરાજ સિંહ, ગ્લેન મૅક્સવેલ, રિષભ પંત, બેન સ્ટોક્સ, સૅમ કરૅન, ક્રિસ મૉરિસ, જયદેવ ઉનડકટ, કાઇલ જૅમીસન અને પવન નેગીને સ્થાન મળ્યું છે. ટુર્નામેન્ટમાં આ ખેલાડીઓ અપેક્ષા અનુસારનું પ્રદર્શન કરી શક્યા ન હોવાથી આવી ટીમમાં સ્થાન મળ્યું છે.

ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહને કૅપ્ટન પસંદ કરવામાં આવ્યો હતો. બે વર્લ્ડ કપ જીતનાર યુવરાજ સિંહે ૬ ટીમો માટે ૧૩૨ મૅચમાં ૨૪.૭૭ની એવરેજ, ૧૨૯.૭૧ના સ્ટ્રાઇક-રેટથી ૨૭૫૦ રન કરીને ૭.૪૩ના ઇકૉનૉમી-રેટથી ૩૬ વિકેટ લીધી છે.

૨૭ કરોડ રૂપિયાનો સૌથી મોંઘો ખેલાડી બન્યો એ પછી રિષભ પંત લખનઉ સુપર જાયન્ટ્સ સામે પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નથી. ૨૨ મૅચમાં ૨૫.૨૨ની એવરેજ અને ૧૩૦.૪૮ના સ્ટ્રાઇક-રેટથી તેણે ૧ સદી અને બે ફિફ્ટીના આધારે ૪૫૮ રન કર્યા છે. 

yuvraj singh Rishabh Pant IPL 2026 cricket news sports news