કોરોનાની અસર મેન્સ ક્રિકેટ કરતાં વિમેન્સ ક્રિકેટ પર ઓછી : સ્મૃતિ મંધાના

11 September, 2020 01:35 PM IST  |  New Delhi | IANS

કોરોનાની અસર મેન્સ ક્રિકેટ કરતાં વિમેન્સ ક્રિકેટ પર ઓછી : સ્મૃતિ મંધાના

સ્મૃતિ મંધાના

ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમની સ્મૃતિ મંધાનાનું માનવું છે કે કોરોનાની અસર ઇન્ડિયન મેન્સ ક્રિકેટ ટીમ કરતાં ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ ટીમ પર ઓછી પડી છે. ભારતીય ટીમ છેલ્લી મૅચ ઇન્ટરનૅશનલ વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં રમી હતી. ત્યાર બાદ કોરોનાને કારણે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયાની ટૂર રદ કરવામાં આવી હતી. સ્મૃતિ મંધાનાએ કહ્યું કે ‘હું એમ નહીં કહું કે કોરોનાને લીધે વિમેન્સ ક્રિકેટને અસર નથી થઈ, પરંતુ મેન્સ ક્રિકેટ કરતાં ઓછી થઈ છે. ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ બાદ વિમેન્સ ક્રિકેટમાં સારો ઉછાળો આવ્યો છે. મારું માનવું છે કે વર્લ્ડ કપ બાદ જો વિમેન્સ ક્રિકેટ સારી રીતે યોજવામાં આવે તો એ સારું રહેશે. હવે અમારે ફરીથી રમવાનું શરૂ કરવાનું છે અને લોકોમાં એ ક્રિકેટપ્રેમ ફરીથી જગાવવાનો છે. હા, એ વાત સાચી છે કે વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ બાદ અમે એક પણ મૅચ રમ્યા નથી, પણ અમે અમારી ટ્રેઇનિંગ લૉકડાઉન દરમ્યાન શરૂ કરી દીધી હતી. અમે દરેક પ્લેયર પોતાને ફિટ રાખી રહ્યા છે અને ઘરે પોતાનો પર્ફોર્મન્સ સુધારવા મહેનત કરી રહ્યા છીએ. મૅચ પ્રૅક્ટિસ સેશન અલગ પ્રકારનું હોય છે. સારી વાત એ છે કે અમારી પાસે આવતા વર્લ્ડ કપ સુધી હવે તૈયારી કરવાની સારી એવી તક છે. અમારા બધાનો ઉદ્દેશ માત્ર મૅચ જીતવાનો છે, બીજો કશો નહીં.’

cricket news indian womens cricket team