પ્લે-ઑફની રેસમાં ટકી રહેવા ચેન્નઈ માટે આજે લખનઉ સામે જીતવું જરૂરી

10 May, 2026 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદ આજે મજા બગાડી શકે છે ઃ ધોનીના રમવા વિશે આજે પણ સસ્પેન્સ ઃ શુક્રવારે બન્ને ફરી લખનઉમાં ટકરાશે

પ્લે-ઑફની રેસમાં ટકી રહેવા ચેન્નઈ માટે આજે લખનઉ સામે જીતવું જરૂરી

ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આજે બપોરે ૩.૩૦ વાગ્યે IPL 2026ની ૫૩મી મૅચ રમાશે. IPL ઇતિહાસની સૌથી સફળ ટીમમાંની એક ચેન્નઈ ખરાબ શરૂઆત બાદ ધીમે-ધીમે દસમાંથી પાંચ વિજય મેળવીને પૉઇન્ટ-ટેબલમાં છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગઈ છે. તેણે છેલ્લી બન્ને મૅચમાં મુંબઈ અને દિલ્હી સામે જીત મેળવી છે અને એ જ લય જાળવી રાખીને આજે આ સીઝનની સૌથી નબળી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ સામે વિજય મેળવીને પ્લે-ઑફની આશા જીવંત રાખવા મક્કમ હશે.

ગઈ કાલે વરસાદને લીધે પ્રૅક્ટિશ-સેશન ખોરવાઈ ગયું હતું અને આજે પણ છૂટાંછવાયાં ઝાપટાં પડવાની આગાહી છે.

લખનઉ ૧૦ મૅચમાંથી માત્ર ૩ જીત સાથે પૉઇન્ટ-ટેબલમાં સૌથી નીચે દસમા ક્રમે છે. જોકે છેલ્લી મૅચમાં તેણે બૅન્ગલોર જેવી ગઈ સીઝનની ચૅમ્પિયન ટીમ સામે જીત મેળવી હોવાથી ચેન્નઈએ આજે એનાથી ખાસ સાવધ રહેવું પડશે.

સંજુ સૅમસન અત્યારે ચેન્નઈની બૅટિંગનો મુખ્ય આધારસ્તંભ છે અને તેણે છેલ્લી મૅચમાં શાનદાર ૮૭ રન કર્યા હતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ પણ ધીમે-ધીમે લય પકડી રહ્યો છે. જોકે લખનઉનો કૅપ્ટન રિષભ પંત હજી પણ પોતાના ૨૭ કરોડના પ્રાઇસ-ટૅગ મુજબ પ્રદર્શન કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જોકે મિચલ માર્શે છેલ્લી મૅચમાં ૧૧૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને ફૉર્મમાં વાપસી કરી છે. માર્શની આ ઇનિંગ્સને લીધે લખનઉ સતત ૬ મૅચની હારમાળા તોડી શક્યું હતું. નિકોલસ પૂરન પણ લય મેળવી રહ્યો છે.

ચેન્નઈની બોલિંગનો ભાર સ્પિનરો અકીલ હુસેન અને નૂર અહમદ પર છે જ્યારે લખનઉનો પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી પર છે.

ચેન્નઈનો લાડકો મહેન્દ્ર સિંહ ધોની આ સીઝનમાં હજી સુધી મેદાનમાં નથી ઊતર્યો. એ અવારનવાર નેટ્સમાં પ્રૅક્ટિસ કરતો જોવા મળે છે અને તાજેતરમાં તો બોલિંગ કરતો પણ જોવા મળ્યો હતો. હવે આજે મેદાનમાં ઊતરે છે કે નહીં એ જોવું રહ્યું. ચર્ચા પ્રમાણે ૧૮ મેએ ચેન્નઈમાં છેલ્લી મૅચ દરમ્યાન ધોની IPLમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરશે. ગઈ સીઝનમાં બન્ને ટીમ વચ્ચેની એકમાત્ર ટક્કરમાં મહેન્દ્ર સિંહ ધોની મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

આ સીઝનમાં બન્ને ટીમ વચ્ચેની આજે પહેલી ટક્કર છે. શુક્રવારે પાછા ફરી બન્ને લખનઉમાં ટકરાશે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ

ચેન્નઈની જીત

લખનઉની જીત

એક મૅચનું રિઝલ્ટ નહોતું આવ્યું

 

Rishabh Pant chennai super kings lucknow super giants IPL 2026 cricket news sports news