26 May, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિથુન મન્હાસ
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ મિથુન મન્હાસે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટના સંબંધો વિશે મોટી કમેન્ટ કરી છે. મિથુન મન્હાસે એક ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના ખેલાડીઓ સાથે ભારતીય ટીમના હાથ ન મિલાવવાના વર્તન વિશે કહ્યું, ‘હાથ ન મિલાવવો એ તો ખેલાડીઓનો પોતાનો વિશેષાધિકાર છે. જો તેઓ આમ કરવા માગતા ન હોય તો તેઓ નહીં કરે.’
મિથુન મન્હાસે વધુમાં કહ્યું, ‘હું આ સમયમાં તો ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ હાથ મિલાવે એવી કલ્પના કરતો નથી. ભારતીય તરીકે આપણી પરંપરા ‘નમસ્તે’ કરવાની છે. આપણે ઐતિહાસિક રીતે ક્યારેય હાથ મિલાવનાર રાષ્ટ્ર રહ્યા નથી.’
પહલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ક્રિકેટના ક્ષેત્રમાં પાકિસ્તાન સાથે ‘હાથ ન મિલાવવા’ની નીતિ અપનાવી હતી.