08 May, 2026 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે પાકિસ્તાની કૅપ્ટન શાન મસૂદ અને બંગલાદેશી કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો
બંગલાદેશ ક્યારેય ઘરઆંગણે પાકિસ્તાનને હરાવી શક્યું નથીબંગલાદેશ અને પાકિસ્તાન વચ્ચે આજે ૮ મેથી આગામી ૨૦ મે સુધી બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમાશે. પહેલી ટેસ્ટ-મૅચ મીરપુર અને બીજી મૅચ સિલહટમાં રમાશે. બંગલાદેશે અત્યાર સુધી ઘરઆંગણે જીતેલી ૧૬ ટેસ્ટ-મૅચમાંથી નવ ટેસ્ટ-મૅચ મીરપુરમાં જ જીતી છે.
બન્ને વચ્ચે રમાયેલી ૧૫ ટેસ્ટ-મૅચમાંથી પાકિસ્તાન ૧૨ અને બંગલાદેશ બે ટેસ્ટ-મૅચ જીત્યું છે. એક મૅચ ૨૦૧૫માં ડ્રૉ રહી હતી. બન્ને ટીમ વચ્ચે સાત ટેસ્ટ-સિરીઝ રમાઈ છે એમાંથી પહેલી ૬ સિરીઝમાં પાકિસ્તાને જીત મેળવી હતી. ૨૦૨૪માં પાકિસ્તાનમાં રમાયેલી બે ટેસ્ટ-સિરીઝની સિરીઝમાં બંગલાદેશે ૨-૦થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કરી હતી.
બંગલાદેશમાં બન્ને ટીમ વચ્ચે ૭ ટેસ્ટ-મૅચ રમાઈ છે, પાકિસ્તાન ૬ ટેસ્ટ-મૅચ જીત્યું છે અને માત્ર એક ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. બંગલાદેશ ઘરઆંગણે પાકિસ્તાનને ક્યારેય ટેસ્ટ-મૅચમાં હરાવી નથી શક્યું.