હારની હૅટ-ટ્રિક કરનાર દિલ્હી માટે પહેલી મેથી ઉપલબ્ધ થશે મિચલ સ્ટાર્ક

29 April, 2026 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે. અક્ષર પટેલ કહે છે કે ‘મિચલ સ્ટાર્ક ટીમ સાથે જોડાયો છે પરંતુ ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તરફથી તેને એક મેથી રમવા માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું છે.’

મિચલ સ્ટાર્ક

અક્ષર પટેલ વધુમાં કહે છે કે ‘મિચલ સ્ટાર્ક આવતા મહિને રમવા માટે ઉપલબ્ધ રહેશે. તેના વર્કલોડ મૅનેજમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. જ્યારે પણ તે ઉપલબ્ધ હશે ત્યારે અમે તેને મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું.’ ૨૦૨૫માં ૧૧.૭૫ કરોડ રૂપિયામાં દિલ્હી સાથે જોડાયા બાદ મિચલ સ્ટાર્કે ટીમ માટે ફાસ્ટ બોલર તરીકે ૧૧ મૅચમાં સૌથી વધુ ૧૪ વિકેટ લીધી હતી.

દિલ્હી પોતાની આગામી મૅચ એક મેના દિવસે જયપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામે રમશે. અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ ૮ મૅચમાંથી માત્ર ૩ મૅચ જીતી છે. છેલ્લી ત્રણ મૅચમાં દિલ્હીને કારમી હાર મળી છે. 

delhi capitals axar patel mitchell starc IPL 2026 cricket news sports news