Cricket World Cup 2019 : ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી 15 સભ્યોની ટીમ

15 April, 2019 08:27 AM IST  |  મુંબઈ

Cricket World Cup 2019 : ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી 15 સભ્યોની ટીમ

ડેવીડ વોર્નર અને સ્ટીવ સ્મિથની વર્લ્ડ કપ ટીમમાં વાપસી

ક્રિકેટ વિશ્વ કપને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે આજે પાંચવાર વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાના 15 સભ્યોની જાહેરાત કરી દીધી છે. મહત્વની વાત એ છે કે બોલ ટેમ્પરીંગના કેસમાં છેલ્લા એક વર્ષથી પ્રતિબંધ ભોગવી રહેલા સ્ટીવ સ્મીથ અને ડેવીડ વોર્નરની વર્લ્ડ કપ માટેની સ્વોડમાં વાપસી થઇ છે. ઓસ્ટ્રેલિયા ટીમે ગત વર્લ્ડ કપ 2015માં ન્યુઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

મહત્વની વાત એ છે કે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ટીમમાં ડેવી વોર્નર અને સ્ટીવ સ્મીથની વાપસી થઇ છે. જેથી ટીમ વધુ મજબુત બની છે. પરંતુ ક્રિકેટ ચાહકો માટે ચોકાવનારી બાબત એ છે કે કાંગારૂ ટીમના વિકેટ કીપર બેટ્સમેન પીટર હૈંડ્સકોમ્બ કે જેણે હાલમાં જ ભારતના પ્રવાસ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યું હતું તેને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નથી મળ્યું. તો બીજી તરફ ફાસ્ટ બલોર જોસ હેજલવુડને પણ ટીમમાં સ્થાન ન મળવાથી લોકો ચોકી ઉઠ્યા છે.

વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
એરોન ફિંચ (સુકાની), જેસન બેહરનડોફ, એલેક્સ કૈરી (વિકેટ કીપર), નાથન કુલ્ટર નાઇલ, પૈટ કમિંસ, ઉસ્માન ખ્વાજા, નાથન લ્યોન, શોન  માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાએ રિચર્ડસન, ડેવીડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ અને એડમ જમ્પા.

cricket news steve smith david warner