15 March, 2015 04:55 AM IST |
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્લેયર અજય જાડેજાના પપ્પા અને જામનગર શહેરના ભૂતપૂર્વ સંસદસભ્ય દોલતસિંહ જાડેજાનું ગઈ કાલે જામનગરમાં ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. દોલતસિંહના દેહાંતના સમાચાર જ્યારે અજયને મળ્યા ત્યારે તે દિલ્હીમાં એક ચૅનલના લાઇવ ક્રિકેટ શોમાં એક્સપર્ટ ગેસ્ટ તરીકે બેઠો હતો. પપ્પાના અવસાનના સમાચાર મળ્યા પછી તે તરત જ ચૅનલના સ્ટુડિયોમાંથી સીધો ઍરર્પોટ પહોંચ્યો હતો અને જામનગર આવવા માટે રવાના થઈ ગયો હતો.
દોલતસિંહ જાડેજા અને ક્રિકેટર કપિલ દેવને બહુ સારા સંબંધો હતા. આ સંબંધોના દાવે જ કપિલ દેવ અજય જાડેજાને રણજી ટ્રોફી રમવા માટે ગુજરાતની બહાર લઈ ગયા હતા અને હરિયાણા વતી તેણે અજયને રમાડ્યો હતો.
જામનગરના રાજવી પરિવાર સાથે સંકળાયેલા દોલતસિંહ જાડેજા પણ ક્રિકેટર રહી ચૂક્યા હતા અને તેઓ સૌરાષ્ટ્ર વતી રણજી ટ્રોફી રમ્યા હતા.