માર્ચની સૌપ્રથમ વિમેન્સ આઇપીએલ માટેનાં ૧૦ શૉર્ટલિસ્ટ શહેરોમાં અમદાવાદ અને મુંબઈ સામેલ

14 January, 2023 08:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડે નક્કી કર્યું છે કે વિમેન્સ આઇપીએલ માટેના બિડના વિજેતા સૌથી મોટી નાણાકીય ઑફરને આધારે નહીં, પણ ભારતમાં મહિલા ક્રિકેટનો ફેલાવો વધારવાના દૃષ્ટિકોણથી નક્કી કરવામાં આવશે

માર્ચની સૌપ્રથમ વિમેન્સ આઇપીએલ માટેનાં ૧૦ શૉર્ટલિસ્ટ શહેરોમાં અમદાવાદ અને મુંબઈ સામેલ

આગામી માર્ચમાં ૫-૨૩ તારીખ દરમ્યાન મહિલાઓની ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ (વિમેન્સ આઇપીએલ) પહેલી જ વાર યોજાવાની છે અને બીસીસીઆઇ એ માટેનાં પાંચ ફ્રૅન્ચાઇઝીઓનાં નામ મોટા ભાગે પચીસમી જાન્યુઆરીએ જાહેર કરશે. એટલું જ નહીં, આ ફ્રૅન્ચાઇઝીઓની ટીમના બેઝ કયા શહેરમાં રહેશે એનાં નામ પણ જાહેર થશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે નક્કી કર્યું છે કે વિમેન્સ આઇપીએલ માટેના બિડના વિજેતા સૌથી મોટી નાણાકીય ઑફરને આધારે નહીં, પણ ભારતમાં મહિલા ક્રિકેટનો ફેલાવો વધારવાના દૃષ્ટિકોણથી નક્કી કરવામાં આવશે.

જે ૧૦ શહેરોનાં નામ બીસીસીઆઇએ શૉર્ટલિસ્ટ કર્યાં છે એની યાદી સંબંધિત સ્ટેડિયમમાં કેટલા પ્રેક્ષકો બેસી શકે એની સંખ્યા પર આધારિત ક્રમવાર અહીં અપાઈ છે ઃ (૧) અમદાવાદ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ૧,૧૨,૫૬૦ સીટ (૨) કલકત્તા, ઈડન ગાર્ડન્સ, ૬૫,૦૦૦ સીટ (૩) ચેન્નઈ, એમએ ચિદમ્બરમ, ૫૦,૦૦૦ સીટ (૪) બૅન્ગલોર, એમ. ચિન્નાસ્વામી, ૪૨,૦૦૦ સીટ (૫) દિલ્હી, અરુણ જેટલી સ્ટેડિયમ, ૫૫,૦૦૦ સીટ (૬) ધરમશાલા, એચપીસીએ સ્ટેડિયમ, ૨૦,૯૦૦ સીટ (૭) ગુવાહાટી, બરસાપારા સ્ટેડિયમ, ૩૮,૬૫૦ સીટ (૮) ઇન્દોર, હોલ્કર સ્ટેડિયમ, ૨૬,૯૦૦ સીટ (૯) લખનઉ, ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના સ્ટેડિયમ અને (૧૦) મુંબઈ, વાનખેડે (૩૨,૦૦૦ સીટ) તથા બ્રેબર્ન (૨૦,૦૦૦ સીટ) અને ડીવાય પાટીલ સ્ટેડિયમ (૬૦,૦૦૦ સીટ).

sports news cricket news