Imran Tahir Retirement:દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ સ્પિનરે લીધી નિવૃત્તિ

05 July, 2019 04:46 PM IST  |  મુંબઈ

Imran Tahir Retirement:દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ સ્પિનરે લીધી નિવૃત્તિ

દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ સ્પિનર ઈમરાન તાહિરે આંતરરાષ્ટ્રીય ક્રિકટેમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ઈમરાન તાહીર વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શનિવારે છેલ્લી મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલા 12મા વર્લ્ડકપની 45મી મેચ દક્ષિણ આફ્રિકાના સ્પિનર ઈમરાન તાહિર માટે યાદગાર બનવાની છે. આ દિવસે દક્ષિણ આફ્રિકા 2019ના વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચ રમશે. આ ઉપરાંત આ મેચ ઈમરાન તાહિરની પણ કરિયરની આખરી મેચ હશે. ઈમરાન તાહિરે વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની તૈયારી કરી લીધી છે. આ ઈમરાન તાહિરની 107મી મેચ હશે.

દક્ષિણ આફ્રિકાના કરિશ્માઈ લેગ સ્પિનર ઈમરાન તાહીરે કહ્યું કે એક ટીમની જેમ અમે પણ વર્લ્ડ કપ સારી રીતે પૂરો કરવા ઈચ્છીએ છીએ. અમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી મેચ જીતવાની પૂરી કોશિશ કરીશું. આ મેચમાં સાથે જ હું વન ડે ક્રિકેટને આવજો કહેવાનો છું, આ ખૂબ જ લાગણીશીલ છે. પરંતુ મેં મારી જાતને તૈયાર કરી લીધી છે. તેમણે કહ્યું કે ભાગ્યશાળી છું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમીને મારું સપનું પુરુ કરી શક્યો. જેમણે મારી આ જર્નીમાં મદદ કરી એ તમામનો હું આભાર માનું છું.

ઈમરાન તાહિરે કહ્યું કે દક્ષિણ આફ્રિકાની ટીમને લઈ ચિંતિત નથી, કારણ કે અમારા કરતા પણ સારા યુવા ખેલાડીઓ આવશે. મને પાક્કો વિશ્વાસ છે કે યુવા ખેલાડીઓમાં ટેલેન્ટ છે, બસ તેમને અનુભવની જરૂર છે. પછી દક્ષિણ આફ્રિકા ક્રિકેટની એ ટોચ પર પહોંચશે જ્યાં બધા જોવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ બિકીનીમાં હોટ ફિમેલ ટેનિસ ખેલાડીઓ 

પાકિસ્તાનમાં જન્મેલા અને દક્ષિણ આફ્રિકાની મહિલા સાથે લગ્ન કરીને ઈમરાન તાહિર દક્ષિણ આફ્રિકામાં વસી ગયા, અને આ જ દેશ માટે ક્રિકેટ રમ્યા. ઈમરાન તાહિરે ફેબ્રુઆરી 2011માં પોતાના વન ડે કરિયરની શરૂઆત કરી. તે અત્યાર સુધી વન ડે ક્રિકેટમાં 172 વિકેટ લઈ ચૂક્યા છે.

 

imran tahir sports news cricket news south africa