19 December, 2019 08:20 PM IST | Kolkata
આઇપીએલ 2020
IPL (Indian Premier League) 2020 માટે કોલકત્તામાં હરાજી કરવામાં આવી છે. જેમાં મહત્વનું છે કે અનકેપ્ડ ભારતીય ક્રિકેટર વરૂણ ચક્રવર્તીને કોલકાતા નાઈટ રાઇડર્સે 4 કરોડમાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇસ 30 લાખ રૂપિયા હતી. તો બીજી તરફ પંજાબે ઓલરાઉન્ડર દિપક હુડાને 50 લાખમાં ખરીદ્યો છે. જયારે અંડર-19 ટીમના સુકાની પ્રિયમ ગર્ગને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે 1.9 કરોડમાં ખરીદ્યો છે.
ગુજરાત રણજી ટીમના પિયુષ ચાવલાને ચેન્નઇ ટીમે 6.75 કરોડમાં ખરીદ્યો
ત્યારે સૌને આષ્ચર્ય પમાડે તેમ ગુજરાતની રણજી ટીમ માટે રમતા પિયુષ ચાવલાને ચેન્નઇ સુપર કિંગ્સ ટીમે 6.75 કરોડમાં ખરીદ્યો છે. ઈશ સોઢી, એડમ ઝાંપા, હેડન વોલ્શ અનસોલ્ડ ગયા છે. બીજી તરફ વિકેટ કીપરની કેટેગરીમાં એલેક્સ કેરીને દિલ્હી કેપિટલ્સે 2.4 કરોડમાં ખરીદ્યો છે. કુશલ પરેરા, હેનરિચ ક્લાસેન, નમન ઓઝા, મુશફિકર રહીમ અને શાઈ હોપ અનસોલ્ડ ગયા હતા.
પેટ કમિન્સ઼ને KKR ટીમે 15.5 કરોડમાં ખરીદ્યો
ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર પેટ કમિન્સને સૌથી મોંઘી કિંમત 15.5 કરોડમાં કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમે ખરીદ્યો છે. જયારે ચેન્નાઇ સુપર કિંગ્સે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરને સેમ કરનને 5.5 કરોડમાં પોતાની ટીમમાં લીધો છે. ક્રિસ વોક્સને દિલ્હી કેપિટલ્સે 1.5 કરોડમાં ખરીદ્યો હતો.
યુસુફ પઠાણ અનસોલ્ડ રહ્યા
યુસુફ પઠાણ અને કોલીન ડી ગ્રાન્ડહોમ અનસોલ્ડ રહ્યા હતા. જયારે પ્રથમ સેટમાં ઇન્ટરનેશનલ બેટ્સમેનની હરાજી થઇ હતી. કાંગારુંના ગ્લેન મેક્સવેલને અત્યાર સુધીમાં સૌથી વધુ 10.75 કરોડ રૂપિયા મળ્યા છે.
આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ
ક્રિસ લિનને મુંબઇ ટીમે 2 કરોડની બેસ પ્રાઇસમાં ખરીદ્યા
ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિનને મુંબઈ ઇન્ડિયન્સે તેની બેસ પ્રાઇસ 2 કરોડમાં ખરીદ્યો છે. ઇંગ્લેન્ડના ઇઓન મોર્ગનને કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમે 5.25 કરોડમાં ખરીદ્યો. રાજસ્થાન રોયલ્સે રોબિન ઉથપ્પાને 3 કરોડમાં ખરીદ્યો છે.
ચેતેશ્વર પુજારા સતત બીજા વર્ષે પણ અનસોલ્ડ રહ્યો
ટીમ ઇન્ડિયાના જુનિયર ધ વોલ ચેતેશ્વર પુજારા અને યુવા ક્રિકેટર હનુમા વિહારી અનસોલ્ડ રહ્યા હતા. જોકે ચેતેશ્વર પુજારા ગત આઇપીએલમાં પણ અનસોલ્ડ રહ્યો હતો. ઇંગ્લેન્ડના હીટર જેસન રોયને દિલ્હી કેપિટલ્સે 1.5 કરોડમાં ખરીદ્યો છે.