૧૩,૯૯૦ ચોરસ ફુટના સૌથી મોટા પીત્ઝાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવાયો

22 January, 2023 10:13 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Correspondent

આ રેકૉર્ડ અંકે કરવા માટે પીત્ઝા ચેઇને વિશાળ પાઇને એકસાથે મૂકવા માટે કામદારોની એક ટીમની નોંધણી કરી

૧૩,૯૯૦ ચોરસ ફુટના સૌથી મોટા પીત્ઝાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવાયો

પીત્ઝા હટ્સે વિશ્વનો સૌથી મોટો પીત્ઝા બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ રેકૉર્ડ અંકે કરવા માટે પીત્ઝા ચેઇને વિશાળ પાઇને એકસાથે મૂકવા માટે કામદારોની એક ટીમની નોંધણી કરી, આ માટે ટીમને ૧૩,૬૫૩ પાઉન્ડ વજનની લોટની કણક, ૪૯૪૮ પાઉન્ડ મીઠી મરિનારા સૉસ, ૮૮૦૦ પાઉન્ડથી વધુ ચીઝ અને ૬,૩૦,૪૯૬ નિયમિત અને કપ્ડ પેપરોનીની જરૂર હતી. છેવટે ૧૩,૯૯૦ ચોરસ ફુટનો મહાકાય પીત્ઝા તૈયાર થયો હતો, જેણે વિશ્વના સૌથી મોટા પીત્ઝાનો ખિતાબ જીત્યો હતો.

આ પીત્ઝા તૈયાર કરવા માટે પીત્ઝા હટની ટીમે લૉસ ઍન્જલસ કન્વેન્શન સેન્ટરના ફ્લોર પર પીત્ઝાની કણકના જુદા-જુદા ટુકડાઓ અસેમ્બલ કર્યા તથા ત્યાર બાદ એના પર મરિનારા સૉસ, ચીઝ અને પેપરોની પાથર્યાં હતાં. પીત્ઝાને અવનમાં ગરમ કરવો અસંભવ હોવાથી કંપનીએ પીત્ઝાને ઉપરથી ગરમી આપી તેમ જ બેકિંગ માટેના ઉપકરણને પીત્ઝાની આસપાસ ફેરવીને એ વ્યવસ્થિત બેક થાય એ સુનિશ્ચિત કર્યું.

પીત્ઝા સંપૂર્ણપણે તૈયાર થયો ત્યારે એમાં પીત્ઝાની ૬૮,૦૦૦ સ્લાઇસ લગાવવામાં આવી હોવાનું પીત્ઝા હટના પ્રમુખ ડેવિડ ગ્રેવ્સે જણાવ્યું હતું. આ પીત્ઝાને વેસ્ટ ન કરાતાં લૉસ ઍન્જલસ કમ્યુનિટીની સ્થાનિક ફૂડ બૅન્કને દાનમાં આપવામાં આવશે.

offbeat news los angeles