વર્લ્ડ IT શોમાં હાથના ઇશારે ચાલતી આલ્ફા એબલ કાર, બૅગમાં સમાઈ જાય એવી લૅબોરેટરી જોવા મળી

19 April, 2024 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ખાસ પ્રકારની કારમાં માત્ર હૅન્ડ જેસ્ચરથી વિવિધ ફીચર્સ કામ કરે છે

પ્રતીકાત્મક તસવીર

સાઉથ કોરિયાની રાજધાની સોલમાં હાલ વર્લ્ડ IT શો ચાલી રહ્યો છે. ગુરુવારે આ શોમાં એકથી એક ચડિયાતી નેક્સ્ટ જનરેશન પ્રોડક્ટ જોવા મળી હતી. IT શોમાં LG ઇલેક્ટ્રૉનિક્સનું ‘આલ્ફા એબલ’ મોબિલિટી વેહિકલ દર્શાવવામાં આવ્યું હતું. આ ખાસ પ્રકારની કારમાં માત્ર હૅન્ડ જેસ્ચરથી વિવિધ ફીચર્સ કામ કરે છે. સાથે જ શોમાં જર્મનીની બૉશ કંપનીની મૉલેક્યુલર ડાઇગ્નોસ્ટિક સિસ્ટમ પણ રજૂ થઈ હતી, જેમાં લૅબ સૅમ્પલ સાથેની કાર્ટ્રિજ ઇન્સર્ટ કરવાથી નિદાન સામે આવી જાય છે.

offbeat videos offbeat news technology news