24 November, 2023 08:10 AM IST | Toronto | Gujarati Mid-day Correspondent
પલંગ ભાડે કાઢ્યો છે તેની જાહેરાત
ટૉરોન્ટોમાં આકાશ આંબતા ઘરના ભાડા વચ્ચે એક મહિલાએ ખૂબ અસામાન્ય ભાડા-કરારની ઑફર કરતાં ઇન્ટરનેટ પર કુતૂહલ ફેલાયું છે. ગયા મહિને ટૉરોન્ટોની અન્યા ઍટિંગરની એક ફેસબુક-પોસ્ટ પ્રકાશમાં આવી હતી, જેમાં તેણે પોતાનો અડધો બેડ ૯૦૦ કૅનેડિયન ડૉલર (૫૪,૭૯૦ રૂપિયા)માં ભાડે કાઢ્યો હતો. હવે આ પોસ્ટ ડિલીટ થઈ ગઈ છે. એમાં ઉલ્લેખ હતો કે ‘એક ક્વીન સાઇઝ બેડ સાથે માસ્ટર બેડરૂમ શૅર કરવા એક સરળ મહિલા-સાથી શોધી રહી છું. પહેલાં પણ મેં બેડરૂમ અને ક્વીન સાઇઝ બેડ એક રૂમમેટ સાથે શૅર કર્યો છે જે ફેસબુક પર મળી હતી.’
‘શૅર્ડ બેડરૂમ ઇન લેક ફેસિંગ ડાઉનટાઉન કોન્ડો’ મથાળા હેઠળ પોસ્ટ કરાયેલો વિડિયો ચોક્કસ ખૂબ જ કમર્શિયલ રીતે તૈયાર કરાયો છે, જેમાં આકર્ષક બૅકગ્રાઉન્ડમાં ફોટો સાથેની તમામ વિગતો જોઈ શકાય છે, તેમ જ મહિલા પોતે જ આ ઍડમાં વધુ વિગતો સાથે બેડ શૅર કરવા રેન્ટ પર આપવાની વાત ખૂબ કન્વિન્સિંગ રીતે કરી રહી છે.