અંગૂઠાના કાપેલા નખ વેચીને કમાય છે ૪૨,૦૦૦ રૂપિયા

08 May, 2025 10:53 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પૈસા કમાવા કંઈ અઘરા નથી, તમને એના યુનિક રસ્તાઓ શોધતાં આવડવા જોઈએ. ઍટ લીસ્ટ વિવિયન નામની ઇન્સ્ટાગ્રામ યુઝરનો બિઝનેસ આઇડિયા જોઈને આ વાત સાચી માનવાનું મન થાય એમ છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

પૈસા કમાવા કંઈ અઘરા નથી, તમને એના યુનિક રસ્તાઓ શોધતાં આવડવા જોઈએ. ઍટ લીસ્ટ વિવિયન નામની ઇન્સ્ટાગ્રામ યુઝરનો બિઝનેસ આઇડિયા જોઈને આ વાત સાચી માનવાનું મન થાય એમ છે. ઇન્સ્ટાગ્રામ પર વિવિયનના આમ તો માત્ર પાંચ હજાર જ ફૉલોઅર્સ છે, પણ તેની કેટલીક રીલ્સ ખૂબ વાઇરલ થઈ છે. એનું કારણ છે તેનો બિઝનેસ આઇડિયા જબરો યુનિક છે. વાત એમ છે કે વિવિયન પોતાના પગના નખ કાપીને વેચવાનો બિઝનેસ કરે છે. તે પોતાના પગના નખ કાપીને એના વેચાણમાંથી પૈસા કમાય છે અને એ પણ કંઈ નાનીસૂની રકમ નહીં. દર વખતે નખ કાપીને તે લગભગ ૪૨,૦૦૦ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. તેના નખ ખરીદનારાની ઉંમરની રેન્જ પણ ખાસ્સી વિશાળ છે. કોઈક ખૂબ યંગ એજના લોકો છે તો કોઈક તેના પિતાની ઉંમરના. દરેક વિડિયોમાં તે પહેલાં નખ નેઇલ કટરથી કાપે છે અને પછી એને એક પૅકેટમાં ભરે છે અને એ પછી તે ફીટ ફાઇન્ડર નામની વેબસાઇટ પર એ પૅકેટ વેચી દે છે. એક વખતમાં તેને ૫૦૦ ડૉલર એટલે કે લગભગ ૪૨,૦૦૦ રૂપિયા સુધી મળી જાય છે. કેટલાક લોકો આ વેબસાઇટ પર તેના પગનો ફોટો વેચાતો લે છે તો કેટલાક તેણે વાપરેલો ફુટ માસ્ક વેચવા કાઢવા કહે છે.

instagram social media viral videos offbeat videos offbeat news