08 June, 2025 12:57 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મહિલાએ માથા પર આઠ સેંથી પાડી છે અને એ આઠેયમાં સિંદૂર ભર્યું
મુશરફ ભાઈજાન નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે જેમાં એક મહિલાની બે પ્રકારની તસવીર છે. એમાં મહિલાએ માથા પર આઠ સેંથી પાડી છે અને એ આઠેયમાં સિંદૂર ભર્યું છે. કોઈ એનો ઇન્ટરવ્યુ લઈ રહ્યું છે જેમાં તે કહે છે કે તેને આઠ પતિ છે અને એ માટે તે માથા પર આઠ સેંથી પૂરે છે. આવું હકીકતમાં છે કે નહીં એની કોઈ પુષ્ટિ નથી થઈ. સોશ્યલ મીડિયા પર સૌને લાગી રહ્યું છે કે આવું ગતકડું માત્ર રીલ બનાવવા માટે જ કર્યું હોવું જોઈએ. જે ઢબે ગૌરવપૂર્વક આ મહિલા આઠ લગ્નો કર્યાં હોવાનો દાવો કરીને આઠ સેંથી પૂરે છે એ જોઈને એ ફેક અને નાટક હોય એવી શક્યતા વધુ છે. જોકે આ વિડિયો ૯.૨૬ કરોડ વખત જોવાઈ ચૂક્યો છે અને જબરો વાઇરલ થયો છે.