ચીનીઓ માને છે કે બાળકનું નામ કુત્તા કે સૂઅર રાખવાથી તેની ઉંમર વધે

07 January, 2026 03:19 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનીઓનું કહેવું છે કે આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ આમ કરવાથી બાળકોની આવરદા લાંબી થાય છે

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં એક ખાસ પરંપરા આજકાલ ખૂબ ચર્ચામાં આવી છે. એમાં માતા-પિતા બાળકોના માથે ડૉગીના ચહેરા જેવી ટોપીઓ પહેરાવે છે અને સંતાનોનું લાડકું નામ કુત્તા કે સૂઅર જેવું રાખે છે. ચીનીઓનું કહેવું છે કે આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ આમ કરવાથી બાળકોની આવરદા લાંબી થાય છે. ચીનમાં એક લોકવાયકા છે કે જો કોઈ નવજાત બાળકની જન્મકુંડળી અશુભ હોય તો માતા-પિતા તેનું નામ કોઈ અજીબ પ્રાણી જેવું રાખે છે. એમ કરવાથી બાળકને તેની કુંડળીમાં લખેલા દુર્ભાગ્યથી બચાવી શકાય છે અને તેની આવરદા લાંબી થાય છે. ચીનમાં બાળકોનો મૃત્યુદર પણ ખૂબ વધુ છે એટલે તેઓ બાળકોનાં નામ એવાં-એવાં વિચિત્ર રાખે છે જેનો અર્થ જૂનું સૂઅર, સૂઅરનું માથું, કુત્તે કા બચ્ચા જેવો થાય. 

china offbeat news national news news