માર્કેટમાં આવ્યું ફેરારી સ્ટાઇલનું ઇલેક્ટ્રિક હોવરક્રાફ્ટ

30 March, 2023 11:35 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વોનમર્સિયરના અરોસા ઇલેક્ટ્રિક હોવરક્રાફ્ટમાં ત્રણ લોકો જમીન કે જળમાં મુસાફરી કરી શકે છે

ફેરારી સ્ટાઇલનું હોવરક્રાફ્ટ

અમેરિકન કંપની વોનમર્સિયરે ફેરારી સ્ટાઇલનું એક હોવરક્રાફ્ટ તૈયાર કર્યું છે. હોવરક્રાફ્ટ એટલે કે જમીન અને જળમાં જેટ એન્જિન દ્વારા ચાલતું વેહિકલ. વોનમર્સિયરના અરોસા ઇલેક્ટ્રિક હોવરક્રાફ્ટમાં ત્રણ લોકો જમીન કે જળમાં મુસાફરી કરી શકે છે. અરોસા હોવરક્રાફ્ટ આ વર્ષના મધ્યમાં અવેલેબલ થઈ જશે, જેની કિંમત ૧.૬૨ લાખ પાઉન્ડ (અંદાજે ૧.૬૪ કરોડ રૂપિયા) છે.

અરોસાને કાર્બન ફાઇબરમાંથી તૈયાર કરવામાં આવ્યું છે અને એ અલગ-અલગ કલર્સમાં મળે છે. આ હોવરક્રાફ્ટને કોઈ પણ સ્ટારન્ડર્ડ ઈવી ચાર્જરથી ચાર્જ કરી શકાય છે. વળી અન્ય હોવરક્રાફ્ટની સરખામણીમાં એ ચાલતું હોય ત્યારે કોઈ જાતનો અવાજ આવતો નથી.

હોવરક્રાફ્ટ્સને સામાન્ય રીતે કન્ટ્રોલ કરવાં મુશ્કેલ હોય છે. જોકે અરોસાને સહેલાઈથી ડ્રાઇવર રોકી શકે છે, ટર્ન લઈ શકે છે અને રિવર્સ લઈ શકે છે.

offbeat news international news automobiles washington