આ તે કેવુ નામ? ‘એબીસીડીઇએફ જીએચઆઇજેકે ઝુઝુ’

28 October, 2021 04:18 PM IST  |  Indonesia | Gujarati Mid-day Correspondent

બાળકે તેના નામને ટૂંકાવીને એડીએફ (એડેફ) કર્યું છે. પિતા તેનાં અન્ય બે બાળકોનાં નામ એનઓપીક્યુ આરએસટીયુવી અને એક્સવાયઝેડ રાખવા માગતો હતો પરંતુ પાછળથી અમ્માર અને અટ્ટુર એવાં સરળ નામ રાખ્યાં હતાં. 

આ તે કેવુ નામ? ‘એબીસીડીઇએફ જીએચઆઇજેકે ઝુઝુ’

ઇન્ડોનેશિયાના એક માણસે તેના પુત્રનું નામ અંગ્રેજી વર્ણમાળાના પહેલા ૧૧ અક્ષર અને ઝુઝુ એવું રાખ્યું છે. ઇન્ડોનેશિયાના દક્ષિણ સુમાત્રામાં મુઆરા એનીન ખાતે કોરોના વાઇરસ વૅક્સિન મુકાવવા ગયેલા ૧૨ વર્ષના બાળકે જ્યારે તેનું નામ ‘એબીસીડીઇએફ જીએચઆઇજેકે ઝુઝુ’ જણાવ્યું ત્યારે સૌપ્રથમ તો અધિકારીઓએ તે મજાક કરતો હોવાનું માન્યું, પણ પછી જ્યારે તેના પિતાએ સમર્થન આપ્યું ત્યારે તેઓ પણ આશ્ચર્ય પામ્યા હતા. 
બાળકના નામનાં પેપર્સ અને તેનું નામ એમ્બ્રૉઇડરી કરેલાં તેનાં વસ્ત્રોના ફોટોઝ વાઇરલ થયા છે. સ્થાનકિ અહેવાલ અનુસાર બાળકનો પિતા ક્રૉસવર્ડ પઝલનો શોખીન હોવાથી તેનું નામ અંગ્રેજી ભાષાની વર્ણમાળાના પ્રથમ ૧૧ અક્ષર અને ત્યાર બાદ તેના અને તેની પત્નીના નામ (ઝુહરો અને ઝુલ્ફાહમી)ના પ્રથમ બે અક્ષર મૂકીને કર્યું હોવાનું જણાયું હતું. બાળકે તેના નામને ટૂંકાવીને એડીએફ (એડેફ) કર્યું છે. પિતા તેનાં અન્ય બે બાળકોનાં નામ એનઓપીક્યુ આરએસટીયુવી અને એક્સવાયઝેડ રાખવા માગતો હતો પરંતુ પાછળથી અમ્માર અને અટ્ટુર એવાં સરળ નામ રાખ્યાં હતાં. 

offbeat news indonesia international news world news