વેડિંગમાં સ્ટન્ટ : લિટરલી ‘આગ લગા દી’

14 May, 2022 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બન્ને યુગલ તાલીમી વ્યાવસાયિકો છે. ઘરે નિષ્ણાતની દેખરેખ વગર આ સ્ટન્ટ કરવો જોખમી સાબિત થઈ શકે છે. 

વેડિંગમાં સ્ટન્ટ : લિટરલી ‘આગ લગા દી’

વ્યાવસાયિક સ્ટન્ટ કરનાર યુગલ એમ્બિર બામ્બીર અને ગેબે જેસોપે તેમના લગ્ન સમારંભમાંથી વિદાય વેળાએ દિલધડક સ્ટન્ટ કરીને મહેનાનોને ચોંકાવી દીધા હતા. બન્ને યુગલે સુઝૅન કૉલિન્સના પાત્ર કૅટનિસની જેમ જ પોતાની જાતને આગ લગાવ્યા બાદ સ્ટેજ પરથી વિદાય લીધી હતી. જોકે તેમણે આ સ્ટન્ટ કરતાં પહેલાં ફાયર-પ્રૂફ ગાઉન અને સૂટ પહેર્યાં હતાં તથા ચહેરા અને વાળ પર ઍન્ટિબર્ન જેલનો ઉપયોગ કર્યો હતો. 
સેટ પર એકમેકને મળેલા આ યુગલે સ્ટેજ પરથી પરંપરાગત કૉન્ફેટી સાથે શાવર મેળવીને કે પછી ફૂલોની પાંખડીઓ ઉછાળીને વિદાય લેવાને બદલે નાટકીય રીતે આતશબાજીનું પ્રદર્શન કરીને વિદાય લીધી હતી. સ્ટેજ પરથી ઊતરીને તરત જ તેઓ પોતાના મદદનીશ પાસે પહોંચ્યા હતા, જેમણે અગ્નિશામક યંત્રથી તેમની આગ બુઝાવી હતી. જોકે આ બન્ને યુગલ તાલીમી વ્યાવસાયિકો છે. ઘરે નિષ્ણાતની દેખરેખ વગર આ સ્ટન્ટ કરવો જોખમી સાબિત થઈ શકે છે. 

offbeat news