VIDEO: Karwa Chauth પર પત્નીએ પતિને ચખાડ્યો મેથીપાક, શોપિંગ સેન્ટરમાં કરી ધુલાઈ

14 October, 2022 12:06 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

પત્ની માતા સાથે કરવા ચોથની શોપિંગ માટે માર્કેટ ગઈ હોય છે અને ત્યાં તે તેના પતિને અન્ય મહિલા સાથે જોઈ તેની ધુલાઈ કરે છે.

વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)

એકદમ બૉલિવૂડ ફિલ્મના સીન જેવી વાસ્તવિકતામાં સ્થિતિ જોવા મળી, જ્યારે ગાઝિયાબાદના ભીડવાળા બજારમાં એક મહિલાએ કરવા ચોથના દિવસે તેના પતિને ગર્લફ્રેન્ડ સાથે શોપિંગ કરતા ઝડપી પાડ્યો. માત્ર ઝડપ્યો જ નહીં માર પણ માર્યો. આ દરમિયાન એવો સીન ઉભો થયો કે લોકો જોવા માટે ટોળે વળ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પત્નીએ કેટલાક લોકો સાથે મળીને પતિનો કોલર પકડીને માર માર્યો હતો. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે તે શખ્સની પ્રેમિકા તેનો બચાવ કરે છે તો બધા તેણીને પણ માર મારવા લાગે છે. તેમજ જ્યાં ઘટના બની ત્યાં દુકાનદાર `બહાર, બહાર` કહેતો સાંભળવા મળે છે. મતલબ કે, દુકાનદાર  તે લોકોને દુકાનની બહાર ઝઘડો કરવાનું કહી રહ્યો છે. 

પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર પતિ સાથે ઝઘડો થયો હોવાથી પત્ની પહેલાથી જ તેના માતા-પિતા સાથે રહેતી હતી. તે પોતાની માતા સાથે કરવા ચોથની ખરીદી કરવા ગઈ હતી. જયાં માર્કેટમાં તેણી પોતાના પતિને અન્ય મહિલા સાથે જોઈ ગઈ, અને બાદમાં રોષે ભરાઈ હતી.  

આ પણ વાંચોઃDelhi Airport: મૉસ્કોથી દિલ્હી આવનારી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ફ્લાઈટમાં 386 મુસાફરો સવાર

offbeat news ghaziabad karva chauth