25 May, 2026 10:04 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
લગ્નમાં ચાંદલો ન કરો તો કંઈક ભેટ ચોક્કસ આપવામાં આવે. ક્યારેક દોસ્તો તરફથી અતરંગી ભેટ મળતી હોય એવું પણ બને. જોકે આજકાલ એક વિડિયો વાઇરલ થયો છે. એમાં એક યુગલને જે ભેટ મળી છે એ હેરાન કરી દે એવી છે. તે દુલ્હા-દુલ્હનનું રિસેપ્શન ચાલી રહ્યું છે અને એક ભાઈ હાથમાં એક પ્રાણી લઈને સ્ટેજ પર ચડે છે. આ પ્રાણી કોઈ બિલાડી કે ડૉગ નહીં પણ ભૂંડ છે. ભૂંડ ચિત્રવિચિત્ર અવાજો પણ કરતું રહે છે. તે ભાઈ નવપરિણીત યુગલને ગ્રીટ કરે છે, શુભેચ્છા આપે છે અને તેમની સાથે જ બીજી ખુરસી પર ભૂંડ સાથે બેસી જાય છે. આ નજારો ભલભલા લોકો માટે ચોંકાવનારો હતો. હજી નવાઈની વાત એ છે કે આ ભાઈ રસ્સીથી બાંધેલા ભૂંડને ગિફ્ટ તરીકે આપે છે. ખરેખર યુગલે એ ગિફ્ટ સ્વીકારી લીધી કે પાછી આપી દીધી એ આ વિડિયોમાંથી ખબર નથી પડતી. જોકે આ ઘટનાને કારણે સ્ટેજની આસપાસના લોકોને મોજ પડી ગઈ હતી. આવી ગિફ્ટ કેમ આપી હશે એ એક મોટો સવાલ છે.