16 August, 2025 02:40 PM IST | Shanghai | Gujarati Mid-day Correspondent
આ રોબોનું હુલામણું નામ છે લિટલ ટાઇગર
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને હ્યુમનૉઇડ રોબો પાસે કામ કરાવવાની બાબતમાં ચીન ઘણું આગળ વધી ગયું છે. નિષ્ણાતો કહે છે કે ૨૦૫૨માં મોટા ભાગના માણસોનાં કામ રોબો દ્વારા થતાં હશે. એની શરૂઆત ચીનના શાંઘાઈમાં થઈ ચૂકી છે અને અહીંના રસ્તાઓ પર ટ્રાફિક કન્ટ્રોલ કરતો રોબો જોવા મળે છે. આ રોબોનું હુલામણું નામ છે લિટલ ટાઇગર. માણસ જેવો જ દેખાતો લિટર ટાઇગર ચારેય દિશામાંથી આવતાં વાહનો અને રાહદારીઓને હાથથી સિગ્નલ બતાવીને ગાઇડ કરતો જોવા મળે છે. આ રોબોને કામ કરતો જોઈને ભારતીયોએ પણ માગણી કરી છે કે આવા રોબો આપણે ત્યાં પણ હોવા જોઈએ.