08 July, 2024 11:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
બર્થ-ડે હોય કે ઍનિવર્સરી, પતિ-પત્ની એકબીજાને ગિફ્ટ આપીને પ્રેમ વ્યક્ત કરતાં હોય છે. જોકે અથીરા પ્રકાશ નામના કન્ટેન્ટ-ક્રીએટરે પતિને આપેલી બર્થ-ડે ગિફ્ટનો વિડિયો શૅર કર્યો છે. પતિ ગિફ્ટનું પૅકેટ ખોલે છે એ વખતે અથીરા વિડિયો ઉતારે છે. નાનકડું પાઉચ ખોલતી વખતે પતિના ચહેરા પર એક્સાઇટમેન્ટ જોવા મળે છે, પણ જેવી ગિફ્ટ પરનું સફેદ કાગળ ખોલીને અંદર જોતાં તેનું મોઢું અધખુલ્લું રહી જાય છે. પત્નીએ તેને પોતાના હસતા ચહેરાની પ્રિન્ટવાળી મોટી ચડ્ડી આપી છે એ જોઈને આનંદ, આશ્ચર્ય અને શરમના શેરડા પતિના ચહેરા પર જોવા મળે છે. તેનું આ રીઍક્શન જોઈને સાસુમા પણ અંદરની રૂમમાંથી બહાર આવી જાય છે અને અનપેક્ષિત ગિફ્ટ જોઈને તેમના ચહેરા પર પણ સ્માઇલ આવી જાય છે. વિડિયો જોઈને નેટિઝન્સનું કહેવું છે કે ‘આ પહેરીને ફૅશન-શો થવો જોઈએ.’