09 May, 2025 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
અંતરિયાળ ગામોમાં લગ્ન થાય ત્યારે મેદાનમાં કે ખેતરમાં મંડપ બાંધવામાં આવે છે. આ મંડપની મજબૂતી પણ ખાસ નથી હોતી. એવામાં જો અચાનક મોસમ બદલાય અને જોરદાર પવન ફૂંકાય તો આખેઆખો મંડપ તૂટીને ઊડી જાય કે ઢળી પડે છે. સોશ્યલ મીડિયા પર @RupeshRupam95 નામના ઇન્સ્ટાગ્રામ-યુઝરે ભારતના કોઈ એક ગામડામાં બનેલો મંડપ કઈ રીતે કાગડો થઈને ઊડી ગયો એનો વિડિયો શૅર કર્યો છે. નવાઈની વાત એ છે કે જેવો પવન વધવા લાગ્યો અને મંડપનું કપડું ઊડવા લાગ્યું કે તરત મંડપની અંદર બેઠેલા લોકોએ ઊભા થઈને મંડપ જેના પર બંધાયેલો એ લાકડાના પાયા પકડી લીધા હતા. લગભગ ૨૦થી ૨૫ જણે ૬ બાજુએથી મંડપના લાકડાને બરાબર દાબીને પકડી રાખ્યો હતો છતાં એક તબક્કે પવન એટલો વધ્યો કે મંડપ પૅરૅશૂટ બનીને લાકડાના પાયા સહિત ઊડી ગયો.