નવમા મહિને શીર્ષાસન કરતી વખતે પેટ પર જ પટકાઈ મહિલા

25 June, 2026 10:38 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

યોગગુરુનો દાવો છે કે એ મહિલા જે રીતે પેટ પર પડી હતી એને કારણે ગર્ભમાં રહેલા બાળકની ગરદન ડૅમેજ થઈ ગઈ હતી

શ્રી સોહમ નામના યોગગુરુએ આ વિડિયો પોસ્ટ કરીને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી છે

પ્રેગ્નન્સી દરમ્યાન યોગ કરવાનું સેફ છે, પરંતુ અમુક આસનો તમારાથી થતાં હોય તોય કરવાની કોઈ જરૂર નથી હોતી. જોકે આજકાલ ૯ મહિનાની ફુલ પ્રેગ્નન્સીમાં પણ અઘરાં આસનો સોશ્યલ મીડિયામાં ફ્લૉન્ટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. આવું ક્યારેક મા અને બાળક બન્ને માટે જોખમી છે એવું ગાઈ-વગાડીને કહેવામાં આવે છે. આ વાત તાજેતરમાં એક મહિલા માટે સાચી પડી ગઈ. પૂરા ૯ મહિનાની પ્રેગ્નન્સીમાં મહિલા વૉલની મદદથી શીર્ષાસન કરી રહી હતી એ જ વખતે બૅલૅન્સ જતાં તે નીચે પટકાય છે અને પહેલાં જમીન પર પેટ અથડાય છે અને પછી પગ. પેટ જમીન પર પડતાં જ મહિલા દરદથી કરાંજવા લાગે છે. તેના ચહેરા પર પીડા અને ચિંતા સાફ જોવા મળે છે. આ અકસ્માત પછી તરત જ તેને હૉસ્પિટલમાં ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરવી પડે છે. શ્રી સોહમ નામના યોગગુરુએ આ વિડિયો પોસ્ટ કરીને લોકોને જાગૃત કરવાની કોશિશ કરી છે. આ યોગગુરુનો દાવો છે કે એ મહિલા જે રીતે પેટ પર પડી હતી એને કારણે ગર્ભમાં રહેલા બાળકની ગરદન ડૅમેજ થઈ ગઈ હતી.

viral videos yoga offbeat news national news news