આવો કેવો અકસ્માત : BMW સાથે અથડાયા બાદ બાઇક ટ્રાફિક-સિગ્નલના થાંભલે લટકી

13 May, 2026 12:15 PM IST  |  Ottawa | Gujarati Mid-day Correspondent

આ દૃશ્ય જોઈને પ્રથમ દૃષ્ટિએ કોઈ ફિલ્મી સ્ટન્ટ જેવું લાગે છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

કૅનેડાના રસ્તાઓ પર હાઈ-સ્પીડ ડ્રાઇવિંગના પરિણામે એક અકસ્માત થયો હતો, પણ નવાઈની વાત એ હતી કે અકસ્માત પછી બાઇક એવી રીતે હવામાં ઊછળી કે ટ્રાફિક-સિગ્નલના થાંભલા પર જઈને લટકી ગઈ. વાઇરલ થયેલા વિડિયોમાં દેખાય છે કે કાર સાથે ટકરાઈને બાઇક જમીનથી અનેક ફુટ ઊંચે હવામાં ફંગોળાઈ હતી અને ટ્રાફિક-લાઇટના પોલ સાથે અથડાઈને ત્યાં જ લટકી ગઈ હતી. અકસ્માત બાદ BMW કારનો આગળનો ભાગ પણ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ દૃશ્ય જોઈને પ્રથમ દૃષ્ટિએ કોઈ ફિલ્મી સ્ટન્ટ જેવું લાગે છે. યુઝર્સ પણ સોશ્યલ મીડિયા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે બાઇક આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચી. વ્હીકલ્સની હાલત જોઈને બાઇક અને કાર ચલાવનાર બન્નેનો આ અકસ્માતમાં બચાવ થયો એ પણ ચમત્કાર જ લાગે છે.

canada offbeat news international news world news