વાંદરાની ચોરી પકડાઈ ગઈ

21 September, 2022 10:52 AM IST  |  Cape Town | Gujarati Mid-day Correspondent

જે વ્યક્તિની આ બૅગ છે એને આ ચોરીનો ખ્યાલ ન આવ્યો હોય એમ જણાય છે.

વાંદરાની ચોરી પકડાઈ ગઈ

વાંદરા ખૂબ ચતુર હોય છે. ક્યારેક એ ઘરમાં એન્ટર થઈને ફ્રિજ ખોલીને એમાંથી ખાવાનું લઈને ભાગી જાય છે. આવો જ એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક વાંદરાની ચોરી પકડાઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ આ વિડિયોમાં જોવા મળ્યું હતું કે એક વાંદરો ચોરીછૂપી એક વ્યક્તિની બૅગમાં શોધખોળ કરે છે. એ ભોજનની શોધમાં પહેલાં આ વ્યક્તિની બૅગમાં એક ચેઇન ખોલે છે, પરંતુ એ ખાનામાં એને કંઈ મળતું નથી. ત્યાર બાદ એ બૅગના બીજા ખાનાની ચેઇન ખોલે છે અને એમાંથી એને સફરજન મળે છે એ લઈને ભાગી જાય છે. જે વ્યક્તિની આ બૅગ છે એને આ ચોરીનો ખ્યાલ ન આવ્યો હોય એમ જણાય છે. આ વિડિયો WaowAfrica નામના એક યુઝરે શૅર કર્યો છે, જેને એક લાખથી વધારે વ્યુઝ મળ્યા છે.

offbeat news viral videos international news africa cape town