30 May, 2025 02:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચાચાએ જૂની સાઇકલમાં જુગાડ કરીને એને મૉડિફાય કરી
સોશ્યલ મીડિયા પર એક સાઇકલસવાર ચાચાનો વિડિયો વાઇરલ થયો છે. એમાં ચાચાએ જૂની સાઇકલમાં જુગાડ કરીને એને મૉડિફાય કરી છે. પાછળથી તેમણે બાઇકમાં હોય એવું સામાનવાહક કૅરિયર લગાવ્યું છે, જ્યારે આગળના હૅન્ડલની જગ્યાએ કારનું સ્ટિયરિંગ લગાવ્યું છે. સાઇકલની આગળ બાઇક જેવી લાઇટો પણ લગાવી છે. ભલે દેશી રીતે આ જુગાડ કરેલો છે એ બહુ મનમોહક નથી લાગતો; પણ ટ્રૅફિક-પોલીસના ધ્યાનમાં જો આ સાઇકલ આવી જાય તો તે આ વાહનને કાર ગણે, બાઇક ગણે કે પછી સાઇકલ? આવો સવાલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ જ વિડિયોમાં એક પોલીસવાળો પણ આ સાઇકલ જોઈને અચરજમાં પડ્યો હોય એવું દેખાય છે.