01 June, 2025 02:07 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનનો એક બંદો છે જેને ગરોળીનો જરાય ડર લાગતો નથી
ઘરની દીવાલ પર એક ગરોળી જોવા મળી જાય તો પણ ઊછળકૂદ કરી મૂકે એવા લોકોની સંખ્યા પૃથ્વી પર અઢળક છે, પરંતુ ચીનનો એક બંદો છે જેને ગરોળીનો જરાય ડર લાગતો નથી. આ ભાઈસાહેબ તો પોતાના શરીર પર ડઝનબંધ ગરોળીઓ ચીપકાવીને ફરે છે. આવું કરવા પાછળનું કારણ શું છે એ તો ખબર નથી, પરંતુ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં એ સ્પષ્ટ દેખાય છે કે ચીનીભાઈને ગરોળીઓ બહુ ગમે છે. તેનાં કપડાં પર પગથી લઈને માથા સુધી અઢળક ગરોળીઓ ચીપકેલી છે. શરૂઆતમાં એવું લાગે કે કદાચ કપડાં પર ગરોળીની ડિઝાઇન હશે; પણ ના, ગરોળીઓ કપડાં પર બિન્દાસ ફરે પણ છે. @sports.jx.china નામના અકાઉન્ટ પરથી વિડિયો શૅર કરીને કૅપ્શનમાં લખ્યું છે, ‘એક યુવાન ચીની શહેરને અલવિદા કરીને ગરોળીઓ પાળવા માટે ગામડામાં રહેવા લાગ્યો છે.’