07 June, 2025 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આજકાલ કંઈ પણ જોઈએ તો તરત ૧૦ મિનિટમાં ડિલિવર કરે એવી ઍપ્સ પર ઑર્ડર કરી દઈ શકાય છે. કંઈ પણ ઘેરબેઠાં ૧૦-૧૫ મિનિટમાં જ પહોંચાડી દેતાં ડિલિવરી પ્લૅટફૉર્મ્સની ભરમારમાં ચિંતન શાહ નામના ઇન્સ્ટાગ્રામ-યુઝરે એક કટાક્ષ કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. એમાં એક દુલ્હો ઘોડી પર બેઠો છે અને તેની પાસે એક ડિલિવરી બૉય દુલ્હાના માથે છત્રી લઈને અને બ્લિન્કઇટ કંપનીનો સામાન ભરવાનો ઝોળો ખભે નાખીને ઊભો છે. ચિંતન શાહ વેડિંગ ફોટોગ્રાફર છે. લગ્નને લગતી રીલ્સ તેઓ પોસ્ટ કરતા રહે છે, પરંતુ વરરાજાની સાથે બ્લિન્કઇટનો થેલો લઈને ઊભેલો ડિલિવરી બૉયવાળો વિડિયો જબરો વાઇરલ થયો છે. આ ખરેખર ડિલિવરી બૉય છે કે પછી મજાક કરવા માટે ખાસ કોઈને ડિલિવરી પ્લૅટફૉર્મનો ઝોળો થમાવવામાં આવ્યો છે એ પણ સ્પષ્ટ નથી.