લંચ-બ્રેકમાં ૩૦ મિનિટમાં જમી જ લેવાનું, જો ૧ મિનિટ વધારે થઈ તો એકસ્ટ્રા ૧ કલાક કામ કરવું પડશે

24 June, 2026 02:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મતલબ કે જમવામાં ૩૧ મિનિટનો બ્રેક લેશો તો સાંજે છને બદલે ૭ વાગ્યે ઘરે જવા મળશે અને એ એક કલાક દરમ્યાન પણ ફોકસ સાથે કામ કરવું પડશે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

દરેક ઑફિસમાં કર્મચારીઓને ૮ કલાકની ડ્યુટીમાં અડધો કલાક માટે લંચ કે ડિનર-બ્રેક આપવો કાનૂની જરૂરિયાત છે. જોકે કર્મચારીઓ એ અડધો કલાકને ક્યારેક લાંબો કરીને પોણો કે એક કલાકનો બ્રેક કરી નાખે છે. આવું ન થાય એ માટે એક ઑફિસમાં લંચ-બ્રેકને સ્ટ્રિક્ટ ૩૦ મિનિટનો જ રાખવા માટે એવી સૂચના અપાઈ હતી કે એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈને વગોવાઈ ગઈ હતી. આ નોટિસમાં કર્મચારીઓને ઝટપટ ખાવાનું પૂરું કરવાની સૂચના સાથે સ્પષ્ટ કહેવાયું હતું કે જો બ્રેક-ટાઇમમાં એક મિનિટ પણ વધારે લેશો તો એના બદલામાં ૧ કલાક વધુ કામ કરવું પડશે. મતલબ કે જમવામાં ૩૧ મિનિટનો બ્રેક લેશો તો સાંજે છને બદલે ૭ વાગ્યે ઘરે જવા મળશે અને એ એક કલાક દરમ્યાન પણ ફોકસ સાથે કામ કરવું પડશે.

આ નોટિસ કોણે લખી છે એ વ્યક્તિનું નામ એમાં છે પરંતુ કઈ અને ક્યાંની કંપનીએ આ ફતવો બહાર પાડ્યો છે એનો ખુલાસો નથી થયો. 

viral videos offbeat news national news news