ઇલેક્ટ્રિક શૉકમાં બન્ને હાથ ગયા તો પગ વડે લખતા થઈ ગયા આ ભાઈ

29 March, 2024 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૮ વર્ષની ઉંમરે પણ તેમને રિટાયર થવાની ઇચ્છા નથી.

દેવકીનંદન શર્મા

મૂળ ઉત્તરાખંડના પરંતુ હાલમાં રાજસ્થાનના કોટામાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા દેવકીનંદન શર્મા પ્રેરણાની મિસાલ છે. ૧૮ વર્ષની ઉંમરે ગામમાં વીજળીના ખુલ્લા તારના સંપર્કમાં આવી જતાં જબરો કરન્ટ લાગ્યો હતો અને બે અઠવાડિયાં સુધી સારવાર લીધા પછી પણ તેમના હાથ બચાવી શકાયા નહોતા. એક હાથ સંપૂર્ણકપણે કાપી નાખ્યો છે અને બીજા હાથની સંવેદના જતી રહી છે. બન્ને હાથ ગયા પછી દેવકીનંદને પગથી બધું જ કામ કરતાં શીખી લીધું છે. પ્રાઇવેટ કંપનીમાં ક્લર્કનું તમામ કામ તેઓ કરે છે. પગથી લખવાનું, ફાઇલિંગ કરવાનું, કમ્પ્યુટરમાં પણ ડેટા મેઇન્ટેન કરવાનું કામ પણ તેઓ કરે છે. ૫૮ વર્ષની ઉંમરે પણ તેમને રિટાયર થવાની ઇચ્છા નથી.

offbeat videos offbeat news social media